BANASKANTHAPALANPUR

સર ભવાનીસિંહ વિદ્યાલય દાંતા ખાતે મામલતદારશ્રી ના અધ્યક્ષ સ્થાને આંતરરાષ્ટ્રીય યોગ દિવસની ઉત્સાહભેર ઉજવણી કરવામાં આવેલ 

23 જૂન વાત્સલ્યમ દૈનિક સમાચાર સુભાષભાઈ વ્યાસ પાલનપુર બનાસકાંઠા

આપણા દેશના વડાપ્રધાન શ્રીમાન નરેન્દ્રભાઈ મોદીના પ્રયાસો દ્વારા 27 September 2014ના રોજ UNOની સભામાં યોગનો આંતરરાષ્ટ્રીય સ્તરે પ્રચાર પ્રસાર કરવા પ્રસ્તાવ મૂક્યો હતો. જેને 175 થઈ વધુ દેશોએ સ્વીકાર્યો હતો અને ત્યાર બાદ 11 ડીસેમ્બર 2014ના રોજ UNO દ્વારા 21 મી જૂનને આંતરરાષ્ટ્રીય યોગદિવસ તરીકે જાહેર કર્યો હતો. 21 મી જૂન 2015 ના રોજ પ્રથમ આંતરરાષ્ટ્રીય યોગ દિવસ ની ઉજવણી કરવામાં આવી હતી. ત્યારથી આજ દિન સુધી આપણા દેશમાં યોગ દિવસની ઉજવણી કરવામાં આવે છે. યોગનો અર્થ થાય છે મિલન. શરીરનું આત્મા સાથેનું મિલન એટલે યોગ. સર ભવાનીસિંહ વિદ્યાલય દાંતા ના મેદાનમાં યોગ instructor પ્રકાશભાઈ, પાલનપુરના યોગ કોચ સુમન મૅડમ દ્વારા તાલબદ્ધ યોગ અને પ્રાણાયામ કરાવવામાં આવ્યા હતા. અને સાથે સાથે મદનસિંહજી વિદ્યાલય, ગંગવાના આચાર્યશ્રી અને દાંતા તાલુકાના યોગ કોચ એવા અજયસિંહ કાબા સાહેબ દ્વારા પણ સહયોગ આપ્યો હતો. આ કાર્યક્રમમાં દાંતા મામલતદાર સાહેબ તથા કચેરીના તમામ સ્ટાફ મિત્રો તેમજ તાલુકા વિકાસ અધિકારી સાહેબ અને તેમની ટીમ, આયુર્વેદિક ડોક્ટર સાહેબ, CHC સ્ટાફ, પોલીસ મિત્રો, હોમગાર્ડ મિત્રો, શિક્ષકમિત્રો વગેરે પોતાની આવડત મુજબ યોગ અને પ્રાણાયામ કરીને વિદ્યાર્થીઓને જુસ્સો પૂરો પાડ્યો હતો. છેલ્લે દાંતા ગામના વડીલ એવા મુકેશભાઈ અગ્રવાલે સર્વે ઉપસ્થિત મહેમાનો, યુવાનો અને વિદ્યાર્થીઓને યોગ ભગાવે રોગ સૂત્ર આપ્યું હતું. છેલ્લે રાષ્ટ્રગીત ગાઈને કાર્યક્રમ પૂર્ણ જાહેર કરવામાં આવ્યો હતો..

[wptube id="1252022"]
Back to top button