આર. આર. મહેતા કોલેજ ઓફ સાયન્સ તથા સી. એલ. પરીખ કોલેજ ઓફ કોમર્સ, પાલનપુરમાં સોસાયટી ફોર બડિંગ બાયોલોજીસ્ટ તથા ગ્રંથાલય અને માહિતી વિભાગ દ્રારા કાર્યશાળા નું આયોજન


23 જૂન વાત્સલ્યમ દૈનિક સમાચાર સુભાષભાઈ વ્યાસ પાલનપુર બનાસકાંઠા
સોસાયટી ફોર બડિંગ બાયોલોજીસ્ટ તથા ગ્રંથાલય અને માહિતી વિભાગ, આર. આર. મહેતા કોલેજ ઓફ સાયન્સ તથા સી. એલ. પરીખ કોલેજ ઓફ કોમર્સ, પાલનપુર દ્વારા તૃતીય વર્ષ બોટની ના વિદ્યાર્થીઓ માટે એક કાર્યશાળા નું આયોજન કરવામાં આવેલ કે જેમાં ગ્રંથાલય અને માહિતી વિભાગના વડા ડૉ. સમીર ચૌધરી દ્વારા ગ્રંથાલયની કાર્યશૈલીથી વિધાર્થીઓને માહિતગાર કર્યા. ગ્રંથાલયનો ઉપયોગ કઇ રીતે કરવો, પુસ્તકો કઇ રીતે શોધવા, ગંથાલયના વેબબ્લોગ તથા ઇ-ગ્રંથાલયની સેવાઓ જેવીકે ઇ-પુસ્તક, ઇ-જર્નલ અને એનલિસ્ટનો વધુમાં વધુ ઉપયોગ કરી સંશોધનાત્મક લેખ લખવા અનુરોધ કર્યો હતો. વિધાર્થીઓને કબાટમાં તેમજ કોમ્પ્યુટરમાં જરૂરી ગ્રંથાલયસેવા ત્વરિત કઇ રીતે મળે તેનાથી માહિતગાર કર્યા અને વિદ્યાર્થીઓ લાભાન્વિત થયા હતા. આ સાથે કાર્યશાળામાં બીજા વિદ્યાર્થીઓ તથા બોટની વિભાગનાં સહાયક પ્રાધ્યાપકો ડૉ. હરેશ ગોંડલીયા તથા ડો. ધ્રુવ પંડ્યા એ વિધાર્થીઓને બોટની વિષયના પુસ્તકો વિશે માહિતગાર તેમજ તેના ઉપયોગ કરવા પ્રોત્સાહિત કર્યા હતા આ કાર્યક્રમને સફળ બનાવ્યો હતો.







