BANASKANTHAPALANPUR

14 જૂન વિશ્વ રક્ત દાતા દિવસ નિમિતે પાલનપુર કેમિસ્ટ એસોસીએશન દ્વારા બ્લડ ડોનેશન કેમ્પ યોજાયો

14 જૂન વાત્સલ્યમ દૈનિક સમાચાર સુભાષભાઈ વ્યાસ પાલનપુર બનાસકાંઠા

આજે ૧૪ જૂન બુધવાર ના રોજ સવારે પાલનપુર ફાર્મ કોમ્પલેક્ષમા આવેલ પાલનપુર કેમિસ્ટ એસોસીએશનનાં હોલમા પ્રમુખ શ્રી મેહુલભાઈ સોનીની અઘ્યક્ષ સ્થાને એમ.યું.પેથાણી વોલેન્ટીયર બ્લડ બેંક દ્વારા બ્લડ ડોનેશન કેમ્પ યોજાયો હતો. આ કેમ્પ મા ફાર્મ કંપનીમા જોબ કરતાં માણસો અને હૉલસેલ દુકાનનાં માલિકો દ્વારા આ કેમ્પમાં કુલ 60 બોટલ બ્લડ એકત્રિત કરવામાં આવ્યું હતું.આ કેમ્પમાં ચા-પૌવા તથા એનર્જી ડ્રીંક આપવામાં આવ્યુ હતું. આવનાર સૌનો પ્રમૂખ મેહુલભાઇ સોની એ આભાર્ માન્યો હતો.આ પ્રસંગે, મિયાજીભાઈ પોલરા, પ્રોજેક્ટ ચેરમેન ગૌતમભાઈ કેલા શ્રી મફતભાઈ, શ્રી ભુપેન્દ્રભાઈ , શ્રી દિનેશભાઇ , ઠાકોર દાસ ખત્રી વગેરે રિટેલ હોલસેલનાં વેપારીઓ જોડાયાં હતા.પેથાણી બ્લડ બેંક તરફ થી ડો સુતરીયા સાહેબ, ડો. મેનન શાહ શ્રી મામાજી ચેરમેન શ્રીપેથાણી બ્લડ બેંક સ્ટાફ ગણ સારા ઉત્સાહ થી કામગીરી કરી દાતા ઓ ને વધુ મા વધુ બ્લડ દાન કરાવે તે પ્રમાણે માર્ગદર્શન આપ્યું. શ્રી ગૌતમભાઈ ખાસ જણાવેલ કે હવે એક બોટલ બ્લડ માંથી કંપોનેટ બનાવી 4 જિંદગી બચાવી શકાય કે જે પેથાણી બ્લડ બેંક રાહત દરે દર્દીઓ ને સેવાકીય ધોરણે પુરવઠો પાડે છે, જે ખુબ ઇચ્છનીય છે. વધુ મા જણાવેલ કે એક્સટ્રા બોટલ જમા થયેલ હોય તો ગુજરાત ની બીજી બ્લડ બેંકો ને પણ મોકલવા મા આવેલ છે.આભાર વિધિ શ્રી બકુલભાઈ એ કરેલ.

[wptube id="1252022"]
Back to top button