BHUJKUTCH

ભુજ ખાતે જી.કે. જનરલ હોસ્પિટલની મુલાકાત લેતા કેન્દ્રીય મંત્રીશ્રી મનસુખભાઈ માંડવીયા.

૧૪-જૂન.

વાત્સલ્યમ્ સમાચાર

રિપોર્ટ :- રમેશ મહેશ્વરી – કચ્છ

ભુજ કચ્છ :-કેન્દ્રીય આરોગ્યમંત્રીશ્રી મનસુખભાઈ માંડવીયા ભુજ ખાતે વાવાઝોડાની પૂર્વતૈયારીમાં વહીવટી તંત્રનું નેતૃત્વ કરી રહ્યા છે ત્યારે તેમણે વાવાઝોડાની પૂર્વતૈયારી સંદર્ભે આજે ભુજ ખાતેની જી. કે. જનરલ હોસ્પિટલની મુલાકાત લીધી હતી. હોસ્પિટલ ખાતે મંત્રીશ્રીએ ઇમરજન્સી વોર્ડ તેમજ ગાયનેક વોર્ડ, વગેરેની મુલાકાત લીધી હતી તેમજ આરોગ્ય માળખા સંબંધિત પૂર્વતૈયારીની સમીક્ષા કરી હતી. ઉપરાંત, વરિષ્ઠ અઘિકારીઓ અને ડોક્ટર્સ પાસેથી તૈયારીઓ અંગે માહિતી મેળવી જરૂરી સૂચનો કર્યા હતા.આ તકે સાંસદ સભ્યશ્રી વિનોદ ચાવડા,પૂર્વ વિધાનસભા અધ્યક્ષશ્રી ડો. નીમાબેન આચાર્ય, મેડિકલ ડાયરેક્ટરશ્રી ડો. બાલાજી પિલ્લાઈ, સિવિલ સર્જન ડો. કશ્યપ બુચ વિગેરે હાજર રહ્યા હતા.

[wptube id="1252022"]
Back to top button