Bank scam : વેરાવળમાં આવેલ એક્સિસ બેન્કના ત્રણ કર્મચારીઓ એ જ બેંક ને અંધારામાં રાખી કરોડોનું કૌભાંડ આચાર્યૂ બનાવ થી શહેરભરમાં ચર્ચા

ગોલ્ડ લોન વિભાગના સેલ્સ મેનેજર અને બે કર્મચારીઓને પોલીસે ઝડપી લીધા. તપાસ બાદ વધુ આરોપીઓ અને રકમ બંનેમાં વધારો થાય તેવી સંભાવના પોલીસે વ્યક્ત કરી.
વેરાવળ શહેરના ટાવર ચોક વિસ્તારમાં આવેલ એક્સિસ બેન્ક માં સેલ્સ મેનેજર તરીકે ફરજ બજાવતા અને પોલીસના મતે મુખ્ય માસ્ટર માઈન્ડ એવા માનસિંગ ગઢીયા તેમજ વિપુલ રાઠોડ અને પીન્કી ખેમચંદાણી આ ત્રણે એ મળી અને પૂર્વ નિયોજીત કૌભાંડ આચાર્યૂ છે જે ત્રણેયની પોલીસે ધરપકડ કરી અને આગળની તપાસ હાથ ધરી છે.આ બનાવમાં પોલીસના જણાવ્યા મુજબ આ ત્રણે કર્મચારીઓ જે કોઈ ગ્રાહક ગોલ્ડ લોન લેવા બેંકમાં આવે તેને નિયમ પ્રમાણે ગોલ્ડ લોન આપી અને તેમના સોનાના દાગીના નું ઓડિટ થયા પછી વેરિફિકેશન કર્યા બાદ .સોનાના પાઉચ માંથી અસલ દાગીના બહાર કાઢી લઈ તેમાં નકલી દાગીના મૂકી અને ફરી પાછા સાચા દાગીના ની લોન ડમી ગ્રાહકો ઊભા કરી અને ફરી તેના નામે એ જ દાગીના પર લોન મેળવતા ત્યારે એક્સિસ બેન્કમાં સરપ્રાઈઝ ઓડીટ કરાતા પાંઊચ માં રાખેલા દાગીના શંકાસ્પદ ઓછા વજનના અને નકલી જણાતા બેન્ક મેનેજર રામ સોલંકી દ્વારા વેરાવળ પોલીસમાં ત્રણેય આરોપીઓ વિરુદ્ધ ફરિયાદ કરાય છે.
વેરાવળની એક્સિસ બેન્ક માં ગોલ્ડ લોન કૌભાંડ નો મામલે વેરાવળ પોલીસ માં બેન્ક ના જ ત્રણ કર્મચારીઓ વિરુદ્ધ FIR નોંધાઈ છે. હાલ નાતબક્કે 2 કરોડ ના 2 કિલો 746 ગ્રામ સોના ની ઠગાઈ સામે આવી છે. જ્ગોયારે ગોલ્ડ લોન ના 426 પાઉચ ની તપાસ શરૂ કરાય છે,
પ્રથમ 06 પાઉચ ની તપાસ માં જ 2 કરોડ ની ઉચાપત સામે આવી છે
હજુ અન્ય પાઉચ ની તપાસ માં દસેક દિવસ લાગશે.ઉચાપત નો આંક 12 થી 15 કરોડ ને આંબે તેવી શકયતા છે.ગોલ્ડ લોન બ્રાન્ચ ના સેલ્સ મેનેજર માનસિંગ ગઢીયા, વિપુલ રાઠોડ અને પિન્કીબેન ખેમચંદાની આરોપી તરીકે પોલીસે ધરપકડ કરી છે પોલીસે ત્રણેય વિરુદ્ધ આઈ.પી.સી ની કલમ 409,406,420,465,467,468,અને120 B મુજબ ગુન્હો દાખલ કર્યો છે.અને વધૂ તપાસ હાથ ધરી છે.
box…
આ ઘટના અંગે એક્સિસ બેંક દ્વારા નિવેદન આપવામાં આવ્યું છે કે ……
એક જવાબદાર સંસ્થા તરીકે, એક્સિસ બેંક તેના બ્રાન્ચ ગોલ્ડ લોન (GL) પોર્ટફોલિયો સહિત તેના તમામ વ્યવસાયિક કાર્યોનું નિયમિત ઓડિટ કરે છે. 29/09/2023 ના રોજ વેરાવળ શાખામાં ઓડિટ હાથ ધરતી વખતે, બેંક અધિકારીઓએ ગોલ્ડ લોન પ્રક્રિયામાં કેટલીક વિસંગતતા ધ્યાનમાં લીધી. આંતરિક તપાસમાં, એવું જણાયું હતું કે શાખા માટે ગોલ્ડ લોનના વ્યવસાયની દેખરેખ રાખતા ત્રણ કર્મચારીઓએ નકલી ગ્રાહકોના નામે તાજી ગોલ્ડ લોન મેળવવાની પ્રક્રિયાનો દુરુપયોગ કર્યો હતો.
એક્સિસ બેંકે ગીર સોમનાથ જિલ્લાની સ્થાનિક એસપી ઓફિસને દુષ્કર્મની જાણ થતાં તરત જ જાણ કરી અને ત્યારબાદ પોલીસ એફઆઈઆર દાખલ કરી. એક્સિસ બેંક આવી બાબતો પ્રત્યે શૂન્ય સહનશીલતા ધરાવે છે અને આ મુદ્દાને ઉકેલવામાં સંબંધિત સત્તાવાળાઓને સહકાર આપવા માટે સંપૂર્ણપણે પ્રતિબદ્ધ છે.
વાત્સલ્યમ સમાચાર
મહેન્દ્ર ટાંક ગીર સોમનાથ










