DAHOD

દાહોદના રેલ્વ સ્ટેશન પર દેહરાદૂન ટ્રેનમાંથી ખિસ્સા કાતરુંને રૂ.૧૦.૦૦૦રોકડા પર્સ સાથે ત્રણ ઈસમને ઝડપી પાડતી દાહોદ રેલ્વે પોલીસ

તા.૧૪.૦૬.૨૦૨૩

વાત્સલ્યમ સમાચાર

અજય સાંસી દાહોદ

દાહોદના રેલ્વ સ્ટેશન પર સ્ટોપેજ થયેલી દેહરાદૂન એક્સપ્રેસ ટ્રેનમાંથી મુસાફરનો ખિસ્સું કાપી ખીસા કાતરું ભાગવા જતાં બુમાબુમ થતા દાહોદ રેલ્વે રાજકીય પોલીસે ત્રણ ખીસા કાતરુંને ઝડપી પાડીને જેલ ભેગા કર્યા

અંકલેશ્વર રેલ્વે સ્ટેશનથી મેઘનગર જવા માટે દહેરાદૂન એક્સપ્રેસં ટ્રેનમાં મધ્ય પ્રદેશના મેઘનગર ખાતે મુસાફર જવા માટે નીકળેલ મુંસાફરના જણાવ્યાં અનુંસાર મુસાફર ખીમચંદભાઈ સનચિન ભાઈ મેડાના ખિસ્સામાં મુકેલો પર્સ ત્રણ જેટલાં ખીસા કાતરૂએ કાઢી લેતા મને જાણ થતા મેં દાહોદ રેલ્વે સ્ટેશન પણ ત્રણ ઈસમોને પર્સ લઈને ભાગતા જોતા તે સમયે મેં ચોર ચોરની બૂમો પડતા પ્લેટફોર્મ ઉપર પોલીસના માણસો હાજર હતા પો.સબ. ઇન્સ્પેક્ટર.જે.પી.પટેલ અને પોલીસ ડીસ્ટાપ ના માણસો પોલીસ.હેડ. કોન્સ. દિપકકુમાર શાંનતસિંહ બ.નં.૯૧૨ પો. કોન્સ. કમલેશભાઈ થાવરીયાભાઈ બ.નં.૧૪૯ પો.કોન્સ. વિજયકુમાર ભીખાભાઇ બ. નં.૧૫૧ પો.કોન્સ. ચેતનભાઈ છગનભાઈ બ.નં.૨૦૯ ભાગવા જતા તમામને પ્લેટફોર્મ પરથી ઝડપી લીધા હતા.યુવકના ખિસ્સામાં રાખેલ મનીપાર્સ જોવા નહિ મળતા ચોરી થયો એવું લાગીયુ પર્સ માં રૂ.૧૦૦૦૦ રોકડા અને પેસેન્જર ટિકિટ તથા આધારકાર્ડની ઝેરોક્ષ તેમજ પાસપોર્ટ સાઈઝ ના બે ફોટા પૈસા સાથે પર્સ ચોરી થઈ ગયો હતો.દાહોદ રેલ્વે પોલીસે લાવી ત્રણે ઈસમના નામ ઠામ પૂછતાં જેમાં એક ઈસમે પોતાનું નામ (૧)માનસિંગ ઝીથરાભાઈ જાતે. પસાયા ઉં.વ.૪૧ ધંધો. મજૂરી રહે.વિજગઢ ખેડા ફળિયું તા.ગરબાડા જિલ્લો.દાહોદ જેની પાસેથી મનીપાર્સ રૂ.૧૦૦૦૦ સાથે મળી આવ્યું હતું (૨)શંકરભાઈ ગબરૂભાઈ જાતે. ભાભોર ઉં.વ.૩૮ ધંધો. મજૂરી રહે. મોટી ખરાજ ભાભોર ફળીયુ તા.જી. દાહોદ (૩)કિશનભાઈ સોમભાઈ જાતે.પસાયા ઉં.વ.૨૪ ધંધો. મજૂરી રહે. વિજગઢ ખેડા ફળિયું તા. ગરબાડા જિલ્લો.દાહોદ ત્રણે ઈસમને ઝડપી દાહોદ રેલ્વે પોલીસે ત્રણે ઈસમને વિરુદ્ધ ચોરીનો ગુનો નોંધી આગળની કાયદેસરની કાર્યવાહી હાથધરી છે

[wptube id="1252022"]
Back to top button