આજ રોજ વાવ તાલુકાના અસારા ગામમાં 2023 નો શાળા પ્રવેશોત્સવ કન્યા કેળવણી મહોત્સવ યોજાયો

વાત્સલ્યમ્ સમાચાર
રણછોડસિંહ એસ ચૌહાણ વાવ સમાચાર અને જાહેરાત આપવા સંપર્ક કરો મો 9974398583
આજ રોજ વાવ તાલુકાના અસારા ગામમાં 2023 નો શાળા પ્રવેશોત્સવ કન્યા કેળવણી મહોત્સવ યોજાયો
વાવ તાલુકાની સરકારી પ્રાથમિક શાળા અસારા ખાતે એલ એમ ડીડોલ (IAS) ડાયરેક્ટર ઓફ પ્રોહિબિશન એન્ડ એકસાઈઝ ગાંધીનગર ના અધ્યક્ષસ્થાને શાળા પ્રવેશોત્સવ યોજાયો હતો જેમાં શાળા પ્રવેશોત્સવ અને કન્યા કેળવણી મહોત્સવમાં ધો ૧ માં 30 જેટાલા બાળકોને પ્રવેશ આપ્યો હતો પ્રવેશ મેળવનાર તમામ બાળકોને દાતાઓ અને શાળા પરિવાર દ્ગારા શિક્ષણ કિટ અપાઈ હતી ત્યારે શાળા પ્રવેશોત્સવ અને કન્યા કેળવણી મહોત્સવ દ્ગારા શિક્ષણમાં વધારો થાય જ્યારે સૌ ભણે સૌ આગળ વધે તે સુત્રને સાકાર કરવા આજે વાવ તાલુકાના અસારા ખાતે શાળા પ્રવેશોત્સવ અને કન્યા કેળવણી મહોત્સવ યોજાયો હતો જે આવા કાર્યક્રમો થકી લોકોમાં જાગૃતિ આવે અને સૌ ભણે સૌ આગળ એજ સુત્ર સાથે આવા કાર્યક્રમો કરવામાં આવી રહ્યા છે ત્યારે મુખ્ય મહેમાન પદે એલ એમ ડીડોલ (IAS) ડાયરેક્ટર ઓફ પ્રોહિબિશન એન્ડ એકસાઈઝ ગાંધીનગર તથા સોમાભાઈ બજાણીયા આચાર્ય વર્ગ 2 તથા ભગવાનભાઈ રાજપૂત સી આર સી બુકણા તથા થોનાજી સી ગોહિલ સી આર સી માડકા તથા દિનેશગર ગોસ્વામી સી આર સી બાલુત્રી તથા અસારા ગામ તથા વાસના સરપંચ તથા અસારા ગામ પ્રાથમિક શાળા સ્ટાફ સાથે અસારા ગામનાં લોકો બહોળી સંખ્યામાં ઉપસ્થિત રહી કાર્યક્રમને સફળ બનાવ્યો હતો જેમાં સમગ્ર કાર્યક્રમનું સંચાલન અસારા ગામ પ્રાથમિક શાળાના આચાર્ય વિજયભાઈ ત્રિવેદીએ કર્યું હતું







