ઝવેરી મંગળજી વમળશી ડિસ્પેન્સરી સંચાલિત પરીખ હોસ્પિટલ પાલનપુર ખાતે ફ્રી કેમ્પ યોજાઈ ગયો



8 જૂન વાત્સલ્યમ દૈનિક સમાચાર સુભાષભાઈ વ્યાસ પાલનપુર બનાસકાંઠા
આ કેમ્પમાં બહોળી સંખ્યામાં દર્દીઓએ ફ્રી સેવાનો લાભ મેળવ્યો હતો.પાલનપુરમાં આવેલ મહાજન હોસ્પિટલના હુલામણા નામથી જાણીતી હોસ્પિટલ જે પાલનપુર અને આજુબાજુ ના ગરીબ દર્દીઓ માટે આર્શિવાદ રૂપ છે આ હોસ્પિટલમાં સમયાંતરે વિવિધ દાતાશ્રી ના સહયોગથી ફ્રી સારવાર કેમ્પ નું આયોજન થતું રહેતું હોય છે આવોજ કેમ્પ તાજેતરમાં “ પરીખ ફાઉન્ડેશન મુંબઈ” ના સહયોગ થી ગતરોજ યોજવા માં આવેલ આ કેમ્પ માં સર્જન, ફિજીશીયન,ડેન્ટલ,ઓર્થોપેડીક,ઈ.એન.ટી,સાયકયાટ્રિક,ન્યૂરોસર્જરી,મનો ચિકિત્સક જેવા વિવિધ વિભાગો માં મળીને ૯૦૬ ઉપરાંત દર્દી ને તપાસવા માં આવેલ જેમાંથી 699 દર્દીઓ ને લેબોરેટરી/એક્સટે ૩૨ દર્દીઓ ને કાર્ડિયોગ્રામ ૮૦ દર્દીઓ ને સોનોગ્રાફી અને ૩૦૫ દર્દીઓ ને બી એમ ડી ટેસ્ટ વિના મૂલ્યે કરી આપવા માં આવેલ આ કેમ્પ માં સંસ્થા ના ટ્રસ્ટી શ્રી સત્યવતીબેન કોઠારી હાજર રહી જરૂરી માર્ગ દર્શન અને સૂચન આપેલ આ પ્રસંગે સીમાબેન શાહ પોપટભાઈ પંચાલ પ્રદીપભાઈ પટેલ ડી એ ઉકાવાળા [ ઓડિટર] વિગેરે મહાનુભાવો ઉપસ્થિત રહી ને પ્રોત્સાહન પૂરું પાડેલ સંસ્થા ના સુપ્રી .શ્રી અમૃત ભાઈ એ જણાવેલ કે અમો પાલનપુર ની આજુબાજુ ના ગામો ના તબીબ મિત્રો /આરોગ્ય કર્મચારીઓ સાથે સંકલન કરી ને આગામી દિવસો માં વધુ માં વધુ જરૂરિયાત મંદ વ્યકતીઓ સુધી લાભ પહોંચે એવું આયોજન કરવા માં આવનાર છે આ સમગ્ર કેમ્પ નું સફળ સંચાલન હોસ્પિટલ સુપ્રિ.અમૃતભાઈ કાલેટ ના નેતૃત્વ હેઠળ કરવામાં આવેલ અંત માં હોસ્પિટલ ના એડમિનિસ્ટર ડૉ અનુરૂપસર સૌ કોઈનો આભાર વ્યકત કરેલ







