


7 જૂન વાત્સલ્યમ દૈનિક સમાચાર સુભાષભાઈ વ્યાસ પાલનપુર બનાસકાંઠા
આજે 7 જૂન વિશ્વ ખાદ્ય સલામતી દિવસ નિમિત્તે ભુતેડી પ્રાથમિક શાળામાં ફૂડ ટેકનોલોજી મહાવિદ્યાલય સરદાર કૃષિ યુનિવર્સિટી,દાંતીવાડા દ્વારા વિશેષ આયોજન કરવામાં આવ્યું.જે પ્રવૃત્તિ અંતર્ગત ભુતેડી પ્રા.શાળા તથા કમલ વિદ્યામંદિર ભૂતેડી, તથા નવોદય વિદ્યાલય મોરીયા વગેરે ના કુલ 600 બાળકોએ આમાં ભાગ લીધો હતો.તેમજ ગ્રામજનો પણ શાળા ખાતે હાજર રહ્યા હતા.ફૂડ ટેકનોલોજી કોલેજના પ્રોફેસરો તેમજ કોલેજમાં અભ્યાસ કરતા એન.એસ.એસ તથા અન્ય વિધાર્થીઓ આ પ્રસંગે ઉપસ્થિત રહ્યા હતા.ભૂતેડી શાળામાં વૃક્ષારોપણ પણ કરવામાં આવ્યું, સાથે ગામમાં જાગૃતિ રેલી કાઢવામાં આવી,શાળાને પ્લાસ્ટિક મુક્ત કરવામાં આવી.ખાદ્ય સુરક્ષા વિશે સુંદર વક્તવ્ય સભર માર્ગદર્શન આપવામાં આવ્યું. ફ્રૂડ એન્ડ ડ્રગ ઓફીસ ના દિનેશભાઈ ચૌધરી અને સાથી કર્મચારી દ્વારા વિવિધ વસ્તુની ગુણવત્તા ના પરિક્ષણનું નિદર્શન કરવામાં આવ્યું.બેકરીની વસ્તુઓ બનાવવાનો વર્કશોપ પણ કરવામાં આવ્યો.બાળકોને કેરીનો રસ પણ આપવામાં આવ્યો.આ કાર્યક્રમનું સંપૂર્ણ આયોજન કોલેજના આચાર્યશ્રી તેમજ ડિન ડો.ઈશ્વરભાઈ પટેલના માર્ગદર્શન હેઠળ કરવામાં આવ્યું.આ સભામાં ગામના આગેવાનો વિશેષ ઉપસ્થિત રહ્યા હતા.







