
૬ જૂન
વાત્સલ્ય સમાચાર પ્રવીણભાઈ ચૌહાણ થરાદ બનાસકાંઠા
આજના કમ્પ્યુટર યુગમાં લોકો પોતાના જન્મ દિવસની ઉજવણી અનોખી રીતે અને એક બીજાને દેખાદેખીથી ખોટા ખર્ચાઓ કરતા હોય છે જેમકે મોટી મોટી હોટલો માં જઈ જન્મ દિવસ ઉજવવા હોય, બર્થડે પાર્ટી ઓ તેમજ શરીર માટે નુકશાન કારક હોય તેવું પીણાં નુ સેવન કરતા હોય છે ત્યારે વાવ તાલુકામાં દૈયપ ગામના જયસ્વાલ ભરતભાઈએ તેમના જન્મ દિવસ નિમિતે થરાદમાં આવેલનિધિ વોલન્ટરી બ્લડ બેંક થરાદમાં જઈ રક્તદાન કર્યું. ભરતભાઈ દ્વારા જણાવવામાં આવ્યું કે આપને જન્મ દિવસની ઉજવણી નિમિતે ખોટા ખર્ચાઓ ન કરીએ અને આપણે એવો જન્મ દિવસ ઉજવીએ જેનાથી લોકોને કામ આવી શકે
[wptube id="1252022"]







