BANASKANTHAPALANPUR

જગાણા ગ્રામપંચાયતની ગ્રામસભા યોજાઈ

5 જૂન વાત્સલ્યમ દૈનિક સમાચાર સુભાષભાઈ વ્યાસ પાલનપુર બનાસકાંઠા

પાલનપુર તાલુકાના જગાણાની ગ્રામ પંચાયતની ગુરૂમહારાજના મંદિર ખાતે ‘વિશ્વ પર્યાવરણ દિવસ ‘ નિમિત્તે ગ્રામ સભા સોમવાર ના રોજ સરપંચના અધ્યક્ષસ્થાને ગ્રામસભાનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં જગાણા ગામના વિકાસના વિવિધ પ્રશ્નો જેવા કે સરકારશ્રીની વિવિધ યોજનાઓ જેવી કે વિશ્વપર્યાવરણ દિવસના રોજ મિશ્રત સ્ટાઈલ ફોર ધ એનવાર્મન્ટ હેઠળ શૌચાલય વિહોણા કુટુંબનો ઠરાવ, ઘન અને પ્રવાહી કચરા વ્યવસ્થાપન અંતર્ગત, સિંગલયુઝ પ્લાસ્ટિક વપરાશ પર પ્રતિબંધ,જાહેર રસ્તા ઉપર સાફસફાઈ રાખવી જેવી આરોગ્યને લગતી તેમજ અન્ય ગામના વિકાસની ગ્રામજનો વચ્ચે ચર્ચાઓ કરવામાં આવી હતી. આ પ્રસંગે જગાણા ગ્રામપંચાયતના સરપંચ પ્રહલાદભાઇ પરમાર, ગ્રામપંચાયતના તલાટી જયેશભાઇ પટેલ દ્વારા જગાણા ગામના વિકાસના પ્રશ્રોના ઉપર તાકીદેથી ભાર આપી તેના ઝડપી નિકાલ માટે ગ્રામપંચાયતના સભ્યો તેમજ સહિત ગ્રામજનોએ વિસ્તૃત માહિતી આપવામાં આવી હતી આ ગ્રામપંચાયતની ગ્રામસભામાં લાલજીભાઈ જુઆ,માનજીભાઇ ચૌધરી,અન્ય ગ્રામજનોમાં મોતીભાઈ જુઆ,રતીભાઇ લોહ,ગણેશભાઇ ચૌધરી, દિલીપભાઇ કરેણ,ભેમજીભાઇ કરેણ જેવા ગ્રામસભાની મિટિંગ દરમિયાન બહોળી સંખ્યામાં ગ્રામજનો હાજર રહ્યા હતા.

[wptube id="1252022"]
Back to top button