
31 મે વાત્સલ્યમ દૈનિક સમાચાર સુભાષભાઈ વ્યાસ પાલનપુર બનાસકાંઠા
ગુજરાત માધ્મિક અને ઉચ્ચતર માઘ્યમિક શિક્ષણ બોર્ડ ગાંધીનગર દ્વારા ગત માર્ચ -૨૦૨૩માં લેવાયેલ ધો.૧૨ એચ એસ સી સામાન્ય પ્રવાહની પરીક્ષાના ગઇકાલે ઓનલાઇન જાહેર થયેલ પરિણામમાં કાંકરેજ તાલુકાના થરા નગરમાં આવેલ શ્રી કાંકરેજ તાલુકા કેળવણી મંડળ સંચાલિત શ્રી ઓગડ વિધા મંદિર થરાનું પરિણામ ૮૩.૬૭ ટકા આવ્યું છે .કુલ ૧૪૭ વિધાર્થી ભાઈ બહેનો પરીક્ષામાં બેઠા હતા તે પૈકીના ૧૨૩ વિધાર્થી ભાઈ બહેનો પરીક્ષામાં પાસ થયેલ. જેમાં ૮૦ ટકાથી વધુ ગુણ ટકાવારી મેળવનાર તેજસ્વી તારલાઓમાં શાહ ધ્રુવકુમાર અભયકુમાર- ૮૫. ૬૦ % પ્રજાપતિ ઝીલ વિપુલભાઈ ૮૪.૫૩% દરજી મિત મહેશભાઈ ૮૨% પ્રજાપતિ તુષાર દિનેશભાઈ ૮૦.૧૩% શાહ શૌર્ય રાકેશભાઈ ૮૦.૦૦% આર્ટ્સ વિભાગમાં રાવળ કાજલબેન પ્રધાનભાઈ ૮૨.૧૪% સબોસણા રાહુલકુમાર ચમનજી ૮૧.૪૩%પ્રજાપતિ મયુરકુમાર સામંતભાઈ ૮૧.૨૯% મેળવી શાળા સમાજ નું ગૌરવ વધારેલ છે. તેજસ્વી વિદ્યાર્થી ભાઈ બહેનોને મંડળના ઉત્સાહી પ્રમુખ ધીરજભાઈ કે.શાહ,મંત્રી જીતુભાઇ સી.ધાણધારા , આચાર્ય હિમાંશુભાઈ શાહ, યશપાલસિંહ ટી. વાઘેલા, ભાવસંગજી પઢીયાર તથા સ્ટાફ મંડળ પરિવારે અભિનંદન પાઠવ્યા હતા.