
પા
31 મે વાત્સલ્યમ દૈનિક સમાચાર સુભાષભાઈ વ્યાસ પાલનપુર બનાસકાંઠા
પાલનપુર તાલુકાના સાગ્રોસણા ગામે રહેતા કરણાવત પરિવારના કિસ્મતભાઇ કાંતિભાઇ કરણાવત પાલનપુર યુજીવીસીએલમાં ઇલેકટ્રીક આસિસ્ટન્ટ તરીકે ફરજ બજાવતાં હતા.20 મે ના રોજ કિસ્મતભાઇ પાલનપુરના કૈલાસનગર વિસ્તારમાં વીજ સમારકામ માટે થાંભલા ઉપર ચઢ્યા હતા. જેના ઉપરથી ઉતરતી વખતે અકસ્માતે નીચે પડી જતાં માથાના ભાગે ગંભીર ઇજા થતાં અમદાવાદની હોસ્પિટલમાં સારવાર માટે દાખલ કરાયા હતા. જોકે, બે દિવસ બાદ તબીબે કિસ્તમને બ્રેઇન ડેડ જાહેર કર્યા હતા.આથી તેમના પિતા કાંતિભાઇ મગનભાઇ કરણાવત, માતા દીવીબેન, ભાઇ નિખીલભાઇ, મોટાપપ્પા દિનેશભાઇ રમેશભાઇ કરણાવત અને રમેશભાઇ મગનભાઇ કરણાવતે મૃતકના અંગોનું દાન કરવાનો નિર્ણય કર્યો હતો. જેમાં બે કિડની ગુજરાતના દર્દીઓને જ્યારે લીવર ચેન્નાઇના દર્દીને દાન કરવામાં આવ્યું હતુ.કિસ્મત પરોપકારી સ્વભાવનો હતો. કોઇની મદદ કરવા માટે પળનો પણ વિચાર કરતો ન હતો. જેમણે પોતાના સ્વભાવ પ્રમાણે જાણે કે મર્યા પછી પણ ત્રણ વ્યકિતઓને જીવનદાન આપ્યું છે. પુત્રને ખોયાના શોક સાથે બીજા ત્રણ વ્યકિતઓને જીવનદાન આપી તેમના શરીરમાં કિસ્મત જીવતો રહેશે તેનો જીવનભર સંતોષ રહેશે તેમ પરિવારજનોએ જણાવ્યું હતુ.







