ડીસામાં ઉત્તર ગુજરાત વીજ કંપનીની બેદરકારીના કારણે નિર્દોષ ભોગ બને તે પહેલા તંત્ર જાગશે
28 મે વાત્સલ્યમ દૈનિક સમાચાર સુભાષભાઈ વ્યાસ પાલનપુર બનાસકાંઠા
ડીસા શહેરની મધ્યમાં ભર બજારમાં આવેલ દક્ષિણ પોલીસ સ્ટેશન સામે આંબલી કુવા પાસે જમનાભાઈ પ્રાથમિક કન્યાશાળા ની દિવાલ આગળ ઉતર ગુજરાત વિદ્યુત બોર્ડ દ્વારા ડીપી ઉભી કરવામાં આવી છે આ ડીપી ની ચારે બાજુ તારની વાડ તેમજ દરવાજો ન હોઈ અને ડીપી નું બોકસ પણ તુટેલી હાલતમાં હોઈ ત્યાં આજુબાજુ દુકાનો તેમજ શેરડીનું કોલુ તેમજ કચરા નાં ઢગલાં નાં કારણે અબોલ પશુઓ ત્યાં કચરો આવતા શોર્ટ લાગે તેવું વાતાવરણ હોઈ આવાં વરસાદ નાં કારણે શોર્ટ સર્કિટ થાય અને તેમાં કોઈ નિર્દોષ ભોગ બને તેમજ અબોલ પશુઓને કરંટ લાગે અને મોત થાય તો જવાબદારી કોની ઉતર ગુજરાત વિદ્યુત બોર્ડનાં સતાધીશો આ બાબતે તાકીદે દયાન પર લઈ સ્થળ ની મુલાકાત લઈ જેમ બને તેમ ઝડપી તારની વાડ બનાવે તેવી લોક માંગણી ઉઠવા પામી છે . વિનોદભાઈ બાડીવાલા ના જણાવ્યા અનુસાર તો આ બાબતે ઉત્તર ગુજરાત વિદ્યુત બોર્ડ ઘટતું કરશે કે શું.?