BANASKANTHAPALANPUR

આદર્શ વિદ્યાલય વિસનગર શૈક્ષણિક સંસ્થા માં ધોરણ-10 ના શાળા માં ટોપ માં આવેલ બાળકો શાળા ના ગૌરવ સમાન 

26 મે વાત્સલ્યમ દૈનિક સમાચાર સુભાષભાઈ વ્યાસ પાલનપુર બનાસકાંઠા

 

શ્રી અખિલ આંજણા કેળવણી મંડળ, વિસનગર સંચાલિત આદર્શ વિદ્યાલય વિસનગર શહેરની મધ્યમાં આવેલ શૈક્ષણિક સંસ્થા છે. જે વિદ્યાથીઓને ઉચ્ચ કોટિનું શિક્ષણ અને સંસ્કારોનું સિંચન કરી  વિદ્યાર્થીઓનાં ભવિષ્યને ઉન્નત બનાવવા ભગીરથ પ્રયાસો કરે છે. સંસ્થાના ભગીરથ પ્રયાસોની ફળશ્રુતિ રૂપે હાલમાં  ગુ.મા.અને ઉ.મા.શિક્ષણ બોર્ડ દ્વારા લેવાયેલ માર્ચ-2023  એસ.એસ.સી.ની પરીક્ષામાં આદર્શ વિદ્યાલય, વિસનગરમાં શાળાના બેસ્ટ દસ વિદ્યાર્થિઓમાં  હાર્વિ એસ. ચૌધરી P.R.99.88 મેળવી પ્રથમ નંબર, આદિત્ય એલ. યાદવ P.R.99.13 મેળવી દ્વિતિય નંબર, હેત આર. પરીખ P.R.98.09 મેળવી તૃત્તિય નંબર, મારિયાહઅખ્તર આર. સુથાર P.R.98.01 મેળવી ચોથો નંબર, કુલદીપજી પી. ઠાકોર P.R.96.84 મેળવી પાંચમો નંબર, સુજલ એચ. ગોસ્વામી P.R.96.11  મેળવી છઠ્ઠો નંબર, પ્રિયા જી. પ્રજાપતિ P.R.95.77 મેળવી સાતમો નંબર, ધ્રુહિ એમ. ચૌધરી તથા અર્થ કે. પટેલ P.R.95.54 મેળવી આઠમો નંબર અને આયારીનબાનું એસ. નાગોરી P.R. 94.00 મેળવી દશમો નંબર પ્રાપ્ત કરેલ છે. આમ બોર્ડ દ્વારા લેવાયેલ માર્ચ-2023 એસ.એસ.સી.ની પરીક્ષામાં આદર્શ વિદ્યાલય, વિસનગર શાળામાં પ્રથમ દશ નંબર પ્રાપ્ત કરીને  આદર્શ વિદ્યાલય, વિસનગરનું નામ રોશન કરી  સફળતાના શિખરે પહોચાડવા બદલ શ્રી અખિલ આંજણા કેળવણી મંડળ, વિસનગરના પ્રમુખશ્રી તથા અન્ય હોદ્દેદારશ્રીઓ અને શાળાના આચાર્યશ્રી તથા આદર્શ શૈક્ષણિક સંકુલના તમામ સ્ટાફ મિત્રોએ ખુબ ખુબ અભિનંદન પાઠવેલ હતા. 

[wptube id="1252022"]
Back to top button