BANASKANTHAPALANPUR

તાણાના અયોધ્યા-૨ સોસાયટી ખાતે શ્રીહરિહરા ગોગામહારાજ એવમ શ્રી ગોપેશ્વર મહાદેવ પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવની પૂર્ણાહુતિ

17 મે વાત્સલ્યમ દૈનિક સમાચાર સુભાષભાઈ વ્યાસ પાલનપુર બનાસકાંઠા

કાંકરેજ તાલુકના ઘેઘૂરવડના નામે પ્રખ્યાત તાણા ગામે ઐતિહાસિક શ્રી ચામુંડા માતાજીના મંદિરના સાનિધ્યમાં આવેલ અયોધ્યા-૨ સોસાયટી ખાતે શ્રીહરિહરા ગોગામહારાજ એવમ શ્રી ગોપેશ્વર મહાદેવ પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવનો પ્રારંભ સંવત ૨૦૭૯ ના વૈશાખવદ-૬ ને ગુરૂવાર ના કરવામાં આવેલ જેની પૂર્ણાહુતિ શુક્રવાર  ના રોજ કરવામાં આવેલ. મંગલકારી પ્રથમ દિવસે સ્વસ્તિ મંગલવાચન – પ્રાયશ્ચિત કર્મવિધિ, પ્રધાન સંકલ્પ – પંચાગ કર્મ,મંડપ પ્રવેશ-વધિની સ્થાપન,જલયાત્રા એવં શ્રી ગણેશાદિ મંડપાંગ દેવતા પુજન,અગ્નિ સ્થાપન શ્રી નવગ્રહ દેવતા હોમ,કુટીર હોમ – શોભાયાત્રા (નગર પ્રદક્ષિણા) નિજ સ્થળેથી નીકળી શ્રીબાલા હનુમાન મંદિર,તાણા ગામ, શ્રી ચામુંડા માતાજીના મંદિરે ૧૫ મિનિટ ગરબા રમી જામપુર રોડ થઈ ગોકુલનગર સોસાયટી, તાણા રોડ થઈ હિમાની મોલ ખાતે પહોંચી ગરબે ઘૂમી શિશુ મંદિર થઈ નિજ સ્થળે પહોંચી બપોરે સ્નપન એવં જલધાન્યધૃતાદિ અધિવાસ વિધિ,શાંતિક પૌષ્ટિક એવં સ્થાપ્ય દેવતા હોમ,સાંજે ૫-૩૦ કલાકે સાયં પુજન – આરતી ઉતારવામાં આવેલ હતી. આ મંગલકારી દ્વિતીય દિવસ શુક્રવાર ના રોજ સવારે શ્રી ગણપત્યાદિ સ્થાપિત દેવોની પ્રાતઃપૂજા,મૂર્તિદેવતા તત્વન્યાસ એવં પ્રાસાદ દિક્ષુહોમ, શાંતિક પૌષ્ઠિક એવં સ્થાપ્ય દેવતા હોમ,બપોરે ૧૨.૩૯ કલાકે મૂર્તિ પ્રતિષ્ઠા અભિજીત-વિજય મુહૂર્ત,પ્રતિષ્ઠા હોમ એવં અધોરાદિ દેવતા હોમ,સાયં પૂજા – પૂર્ણાહૂતિ હોમ તેમજ ૫-૩૦ કલાકે મહા આરતી ઉતારી પ્રસાદ લઈ સૌ છુટા પડ્યા હતા.આ પાવન અવસરે યજ્ઞના આચાર્ય શાસ્ત્રી ડૉ. અનિલકુમાર રામેશ્વરભાઈ વડાવાળાના મુખારવિંદે શાસ્ત્રોક્ત વિધિવિધાન થી મંત્રોચ્ચાર સાથે દાતાઓના યજમાન પદે શ્રીહરિહરા ગોગામહારાજ એવમ શ્રી ગોપેશ્વર મહાદેવજીની પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવની ઉજવણી કરવામાં આવી હતી.ગુરૂવાર ની રાત્રે ૯-૧૫ કલાકે ભવ્ય સંતવાણી કાર્યક્રમ માં કાંકરેજ તાલુકાનું લોક સાહિત્યકારનું ઘરેણું સાહિત્યકાર રત્ન ગૌરવ એવોર્ડ વિજેતા દીપકભાઈ નારણભાઈ જોષી (થરેચા) સાહિત્યરસ પીરસેલ જ્યારે પોતાની પુત્રી કું.રિદ્ધિ જોષી એ ચારણી સાહિત્ય છન્દ સપાખરા રજૂ કરતા વાતારણ ભક્તિમય બન્યું હતું.તેમની સાથે ઈન્ટરનેશનલ સિંગર રાકેશ સ્વામી (પ્રજાપતિ) એ દીપક જોષી રચિત કાંકરેજ ની ગાથા”, “દીકરી વ્હાલનો દરિયો” રજૂ કરતા શ્રોતાજનોના હૃદય ભરી ગયા હતા તથા ગુજરાત રાજ્યના ખ્યાતનામ હાસ્ય કલાકાર મહેશ દેસાઈ એ હાસ્યરસની જમાવટ કરેલ.તા.૧૨/૦૫/૨૦૨૩ ને શુક્રવારના રોજ સવારે મુખ્ય ભોજન પ્રસાદના લાભ અતિત ગુલાબગીરી શાન્તિગીરી બુઢણપુરવાળા સહિત અનેક દાતાઓએ લાભ લીધો હતો.આ પાવન પ્રસંગે સંતો-મહંતો ઉપસ્થિત રહી આશીર્વાદ આપ્યા હતા.પ્રસંગને દિપાવવા ઉમેદભાઈ વશરામભાઈ રાવળ (પડત) પાર્થ કોમ્પ્યુટર કલાસીસ થરા, રમેશભાઈ પી.ભુદેવ જાડાવાળા, અશોકભાઈ ડી.પ્રજાપતિ કુંભાણાવાળા,નાગજીભાઈ પંચાલ,શૈલેષભાઈ નાઈ સહિત અનેક સ્વંય સેવકોએ અથાગ મહેનત કરી હતી.નટવર.કે.પ્રજાપતિ એ આ બાબતે જણાવ્યું હતું.

[wptube id="1252022"]
Back to top button