NANDODSAGBARA

સગબારાથી આણંદના ખંભળોજ ખાતે મોકલેલ સૂકી મકાઈનો ૪.૮૪ લાખનો જથ્થો વગે કરનાર ડ્રાઇવર ક્લીનર વિરુધ ફરિયાદ

સગબારાથી આણંદના ખંભળોજ ખાતે મોકલેલ સૂકી મકાઈનો ૪.૮૪ લાખનો જથ્થો વગે કરનાર ડ્રાઇવર ક્લીનર વિરુધ ફરિયાદ

કચામાલના વેપારીએ ટ્રક ડ્રાઈવર અને ક્લીનર વિરુદ્ધ સાગબારા પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવતા ચકચાર

રાજપીપલા : જુનેદ ખત્રી

નર્મદા જિલ્લાના સાગબારા થી કાચા માલના વેપારીએ ટ્રાન્સપોર્ટ દ્વારા સુકી મકાઈનો જથ્થો આણંદના ખંભળેજ ખાતે મોકલ્યો હતો ત્યારે ટ્રકના ડ્રાઇવર અને ક્લીનરે સુકી મકાઈનો જથ્થો સગે વગે કરીને માલ તેની સ્થળ ઉપર નહીં પહોંચાડતા સાગબારા પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવા પામી છે

સમગ્ર મામલાની હકીકત એમ છે કે આ કામના ફરીયાદી સચીનકુમાર નવનીતલાલ શાહ નાઓ સેલંબા બજારમાં કાચામાલ ની લે વેચનો ધંધો કરે છે અને આ કામના સાહેદ રામભાઇ મેર નાઓ અંક્લેશ્વર ખાતે નાગાર્જુન ટ્રાન્સલાઇન ટ્રાન્સપોર્ટ કોંટ્રાક્ટર એન્ડ કમીસન એજન્ટ નામની કંપની ચલાવતા હોઇ જેથી આ કામના ફરીયાદીએ પોતાની પાસેનો મકાઇના જથ્થાનો મુદ્દામાલ આણંદ જીલ્લાના ખંભોળજ ખાતે આવેલ નિલકંઠ પોલેટ્રી ફાર્મ ખાતે વેચાણ માટે મોકલાવવાનો હોઇ જેથી આ કામના ફરીયાદી એ આ કામના સાહેદ રામભાઇ મેર નાઓનો સંપર્ક કરી સાહેદ રામભાઇ મેર નાઓએ પોતાના ટ્રાંસપોર્ટનુ વાહન ટ્રક નંબર GJ 25 T 8672 આ કામના આરોપી નં (૧) વાહન ચાલક નીતેશભાઇ પરબતભાઇ મોડેદરા રહે. પોરબંદર રોડ, રામનગર, ખોડીયાર ક્રુપા, ઉપલેટા,જી.રાજકોટ તથા આરોપી નં- (૨) વાહન ના ક્લીનર સાથે આ કામના ફરીયાદી નાઓની દુકાન ખાતે મોકલી આપેલ અને તે પછી આ કામના આરોપી નં ૧ તથા ર નાઓએ ફરીયાદીનો સુકી મકાઇની કુલ બોરી નંગ ૪૪૦ મા કુલ મકાઇ (૨૪) ટન અને ૨૦૦ કિલો કિ.રૂ. ૪,૮૪,૦૦૦/- ની કિંમતનો મુદ્દામાલ લઇ જતી વખતે આ કામના ફરીયાદીને માલ સુરક્ષીત પહોંચી જશે તેવી ખાત્રી અને વિશ્વાસ આપી ફરીયાદી એ જણાવેલ જગ્યાએ માલ નહીં પહોંચાડી મકાઇ ના જથ્થા નો મુદ્દામાલ બીજી કોઇ જગ્યાએ સગેવગે કરી નાખ્યો હતો આરોપી વાહન ચાલકે ક્લીનર સાથે મળી ફરીયાદી સાથે વિશ્વાસઘાત કરી સદર બન્ને આરોપીઓ એ ગુનો કરવામા એક બીજાની મદદગારી કરતા સાગબારા પોલીસ મથકમાં આ બાબતે ગુનો દાખલ કરવામાં આવ્યો છે

[wptube id="1252022"]
Back to top button