DAHOD

તા.૦૮.૦૫.૨૦૨૩

વાત્સલ્યમ સમાચાર

અજય સાંસી દાહોદ

દાહોદ જિલ્લામાં નિરાધાર વૃદ્ધ સહાય યોજના અંતર્ગત ૬૮૨ લાભાર્થીઓને મળી રહ્યો છે લાભ

ગત શનીવારે સાંસદ શ્રી જસવંતસિંહ ભાભોરની અધ્યક્ષતામાં દિશા કમિટિની બેઠક યોજાઇ હતી. આ બેઠકમાં નિરાધાર વૃદ્ધ સહાય યોજના અંતર્ગત લાભાર્થીઓને મળેલા લાભની સમીક્ષા કરાઇ હતી. આ યોજના અંતર્ગત લાભાર્થીઓની ઉંમર ૬૦ થી વધુ વયના લાભાર્થીઓ માટે રૂ. ૧૦૦૦ માસિક સહાય આપવામાં આવે છે. જે અંતર્ગત માર્ચ ૨૦૨૩ અંતિત જિલ્લામાં કુલ ૬૮૨ લાભાર્થીઓને આ યોજનાનો લાભ આપવામાં આવ્યો છે. આ લાભની રકમ રૂ. ૬૩.૬૨૫ લાખ જેટલી થાય છે. અધ્યક્ષશ્રીની સૂચના મુજબ તાલુકાવાર લાભાર્થીઓના ક્રોસ વેરીફીકેશન કરી તે સંદર્ભે ઓનલાઇન વેરીફીકેશન માટે પણ સૂચના આપવામાં આવી છે

[wptube id="1252022"]
Back to top button