કાલોલ માં”પુષ્ટિ સંસ્કાર એકેડમી”ના ડિજીટલ ક્લાસ અભિષેકલાલજી મહારાજશ્રી દ્વારા લેવામા આવ્યા.

તારીખ ૮ જાન્યુઆરી
વાત્સલ્યમ્ સમાચાર
સાજીદ વાઘેલા કાલોલ
કાલોલ ના આંગણે કાલોલ વૈષ્ણવ સમાજ ના બાળકોને પુષ્ટિમાર્ગીય જ્ઞાન પ્રાપ્ત થાય અને બાળકો ભગવત સેવા પરાયણ થાય અને વૈષ્ણવ કુળ મા જન્મ થયો છે એનુ ગૌરવ થાય એ હેતુસર શ્રી ગોવર્ધનનાથજી હવેલી,કાલોલ ખાતે પ.પુ.પા.ગો.૧૦૮ શ્રી અભિષેકલાલજી મહારાજશ્રી ની આજ્ઞા એવમ માર્ગદર્શન હેઠળ “પુષ્ટિ સંસ્કાર એકેડમી” ના ક્લાસ નુ આયોજન કરવામા આવ્યુ છે. જે અંતર્ગત તા:- ૦૭/૦૧/૨૦૨૩,શનિવાર ના રોજ આ ક્લાસ પોતે પ.પુ.પા.ગો.૧૦૮ શ્રી અભિષેક લાલજી મહારાજશ્રી ધ્વારા લેવામા આવ્યા હતા. પુ.જે જે શ્રી એ ક્લાસ ની શરૂઆતમા જ બાળકોને પુષ્ટિમાર્ગીય આચાર-વિચાર વિશે માહિતગાર કર્યા હતા અને ત્યાર બાદ પુજ્ય.જે જે શ્રી ધ્વારા શ્રી વલ્લભ શ્રી મહાપ્રભુજી ના પ્રાગટય વિશે વિસ્તૃત વચનામૃત ધ્વારા બાળકોને સમજણ આપવા મા આવી હતી. આ વચનામૃત સાંભળી બાળકોએ ધન્યતા અનુભવી આનંદીત થયા હતા. આ ક્લાસ ના અંત મા પુ. જે જે શ્રી ધ્વારા સૌ બાળકોને તથા પુષ્ટિ સંસ્કાર એકેડમી ના સૌ શિક્ષકો ને અંતરના આશીર્વાદ પ્રદાન કયાઁ હતા.આ કાર્યક્રમને સફળ બનાવવા શ્રી ગોવર્ધનનાથજી હવેલીના અધિકારીજી,પુષ્ટિ સંસ્કાર એકેડમી ના શિક્ષકો તથા મંદિર મંડળના સર્વે કાયૅકતાઓ એ જહેમત ઊઠાવી હતી.










