BANASKANTHAPALANPUR

શ્રી એકલિગજી ધાન્ધાર ભટ્ટ મેવાડા બ્રહ્મ સમાજ નો 14 બટુક નો સમૂહ યજ્ઞોપવિત કાર્યક્રમ મુમનવાસ ખાતે યોજવામાં આવ્યો

3 મે વાત્સલ્યમ દૈનિક સમાચાર સુભાષભાઈ વ્યાસ પાલનપુર બનાસકાંઠા

શ્રી એકલિગજી ધાન્ધાર ભટ્ટ મેવાડા બ્રહ્મ સમાજ નો 14 બટુક નો સમૂહ યજ્ઞોપવિત કાર્યક્રમ મુમનવાસ ખાતે યોજાયો.આ કાર્યક્રમ દરમિયાન પાલનપુર ધારાસભ્ય શ્રી અનિકેતભાઈ ઠાકર.. બનાસકાંઠા બ્રહ્મ સમાજ ના પ્રમુખ શ્રી ડૉ.બિપિનભાઈ ત્રિવેદી,ભટ્ટ મેવાડા બ્રહ્મ અગ્રણી શ્રી અતુલભાઈ દિક્ષિત અને યુવા પ્રદેશ મહામંત્રી શ્રી કૃણાલ દિક્ષિત ..કડી ચીફ ઓફિસર શ્રી કલ્પેશભાઈ ભટ્ટ સહીત ના આગેવાનો ઉપસ્થિત રહ્યા.ધારાસભ્ય શ્રી સહીત ના આગેવાનો એ બટુકો ને આશીર્વાદ આપ્યા…ગુરુદેવ અને મહાદેવ ના સાનિધ્ય માં શાસ્ત્રીઓ ધ્વારા શાસ્ત્રોક્ત ઉપનયન સંસ્કાર આપવામાં આવ્યા..બટુકો ને સુંદર મજાની પ્રોત્સાહન ભેટ આપવામાં આવી.. દાતાશ્રી ઓ ને ઉપસ્થિત મુખ્ય મહાનુભવો ના હાથે મોમેન્ટો આપવામાં આવી…વડીલો નુ પણ સન્માન કરવામાં આવ્યું…ડૉ.. બિપિન ભાઈ..અને અતુલભાઈ ..કૃણાલ ભાઈ.. કલ્પેશભાઈ એ સમાજહીત ની સુંદર વાતો રજુ કરી…રમણીય વાતાવરણ વચ્ચે વધુ સંખ્યામાં સમાજ ના ભાઈઓ બહેનો હાજર રહી કાર્યક્રમ ને સફળ બનાવ્યો… કાર્યક્રમ નું સફળ સંચાલન વિષ્ણુ પ્રસાદ એ કર્યું.. પ્રમુખ શ્રી.. મંત્રી શ્રી સહીતના ટીમ ના સભ્યો એ આ કાર્યક્રમ ને સુંદર અને સફળ બનાવવા પરસ્પર સહકાર થી ખૂબ જ મહેનત કરી છે.તેમને વંદન સહ અભિનંદન..

[wptube id="1252022"]
Back to top button