BHUJKUTCH

ભુજ સ્વામિનારાયણ મંદિરનો કચ્છના વિકાસ તથા સામાજીક વિકાસમાં સિંહફાળો ગૃહમંત્રીશ્રી હર્ષ સંઘવી.

21-એપ્રિલ

વાત્સલ્યમ્ સમાચાર

રમેશ મહેશ્વરી – ભુજ કચ્છ

શ્રી નરનારાયણ દ્વિ-શતાબ્દી મહોત્સવ નિમિત્તે બદ્રિકાશ્રમ ભુજ ખાતે પધારેલા ગૃહમંત્રીશ્રી હર્ષ સંઘવીએ સ્વામિનારાયણ સંપ્રદાયની સેવા કામગીરીને બિરદાવી

ભુજ, શુક્રવાર :- સ્વામિનારાયણ મંદિર, ભુજ દ્વારા આયોજિત શ્રી નરનારાયણ દ્વિ-શતાબ્દી મહોત્સવ નિમિત્તે આજરોજ ‘બદ્રિકાશ્રમ’ ભુજ ખાતે પધારેલા ગૃહમંત્રીશ્રી હર્ષ સંઘવીએ કચ્છના વિકાસ તથા સામાજીક વિકાસમાં ભુજ સ્વામિનારાયણ મંદિરે આપેલા યોગદાનને બિરદાવીને આ વિકાસયાત્રામાં સહયોગ આપવા રાજય સરકાર હંમેશા આપની પડખે હોવાનો કોલ આપ્યો હતો. સ્વામિનારાયણ મંદિર, ભુજ દ્વારા સરહદી કચ્છમાં શ્રી નરનારાયણ દ્વિ-શતાબ્દી મહોત્સવના આયોજનને મેનેજમેન્ટની દષ્ટિએ અદભુત ગણાવીને અભિનંદન આપતાં ગૃહમંત્રીશ્રીએ જણાવ્યું હતું કે, ભુજ જેવા નાના નગરમાં લાખો ભાવિકોના આગમન છતાં કયાં પણ અવ્યવસ્થા કે અશિસ્તતા જોવા મળતી નથી. આ મહોત્સવ મેનેજમેન્ટ તથા રિસર્ચનો વિષય બની શકે છે.તેમણે વધુમાં એનઆરઆઇનો વતનપ્રેમ બિરદાવતા કહ્યું હતું કે, એનઆરઆઇ ભલે વતનથી દુર રહે છે પરંતુ તેઓ પોતાનો વતનપ્રેમ ભુલ્યા નથી. તેઓએ કચ્છના ગામડાઓનો વિકાસ કર્યો છે. આ ગામડાના વિકાસકાર્યમાં રાજયસરકારનો સહયોગ જોઇતો હશે તો સરકાર હંમેશા મદદરૂપ બનશે. તેમણે ગુજરાતને મોડેલ રાજય બનાવવા એનઆરઆઇ તથા ઉપસ્થિત ભાવિકોને આ જ રીતે સહકાર આપવા અપીલ કરી હતી. આ પ્રસંગે ગુહમંત્રીશ્રી હર્ષ સંઘવીએ ભુજ સ્વામિનારાયણ મંદિર દ્વારા ન માત્ર કચ્છ પરંતુ ગુજરાત તથા દેશભરમાં આવતી આપત્તિ સમયે હરહંમેશા મદદ પહોંચાડવાની સેવાને મુઠ્ઠીઉંચેરી ગણાવીને માનવતાના આ કાર્યોમાં સંપ્રદાય હંમેશા આ જ રીતે અગ્રેસર રહે તેવી ભાવના વ્યકત કરીને રાજયના સૌ નાગરીકો તથા રાજય સરકારવતી આભારની લાગણી વ્યકત કરી હતી. તેમણે જણાવ્યું હતું કે, વર્તમાન સમયમાં કચ્છની ઓળખ સફેદરણથી થાય છે પરંતુ થોડા વર્ષ પહેલા કચ્છને ભુજના ઐતિહાસીક સ્વામિનારાયણ મંદિર તથા માતાના મઢથી ઓળખવામાં આવતું હતું.આ પ્રસંગે આચાર્ય કૌશલેન્દ્રપ્રસાદજી મહારાજ તથા મહંત શ્રી ધર્મનંદનદાસજી, શ્રી જાદવજી ભગતજી, ઉપ મહંત શ્રી ભગવતજીવનદાસજીએ ગુહમંત્રીશ્રીનું પ્રતિક ચિન્હ તથા પ્રશિસ્તપત્ર આપીને અભિવાદન કર્યું હતું.ભુજ ધારાસભ્યશ્રી કેશુભાઇ પટેલ, રાપર ધારાસભ્યશ્રી વિરેન્દ્રસિંહ જાડેજા, ગાંધીધામ ધારાસભ્યશ્રી માલતીબેન મહેશ્વરી,અબડાસા ધારાસભ્યશ્રી પ્રદ્યુમનસિંહ જાડેજા, આઇ.જી, બોર્ડર રેન્જશ્રી જે.આર.મોથાલીયા, પશ્ચિમ કચ્છ પોલીસ અધિક્ષકશ્રી સૌરભ સિંઘ તથા સ્વામિનારાયણ મંદિરના સર્વે ટ્રસ્ટી મહોદયશ્રીઓ, સ્વામિનારાયણ સંપ્રદાયના સંતો સહભાગી થયા હતા.

[wptube id="1252022"]
Back to top button