BANASKANTHAPALANPUR

યાત્રાધામ અંબાજી ખાતે દર્શને આવેલા માઈભગત ડો. મોક્ષા તેજસભાઈ ધોળકિયા દ્વારા વિશ્વ આરોગ્ય કલ્યાણ ખાતે નવદુર્ગા પૂજન અને નવચંડી યજ્ઞ નું આયોજન કરાયું

20 એપ્રિલ વાત્સલ્યમ દૈનિક સમાચાર સુભાષભાઈ વ્યાસ પાલનપુર બનાસકાંઠા

ધર્મનગરી શક્તિપીઠ યાત્રાધામ અંબાજી દેશ-વિદેશમાં જગવિખ્યાત છે લાખો કરોડો લોકોની આસ્થાનું કેન્દ્ર એવું યાત્રાધામ અંબાજી ખાતે નેતા અભિનેતા મોટી સંખ્યામાં માઁ અંબાના દર્શને વર્ષ દરમિયાન આવે છે ત્યારે માં અંબાના પરમ ભક્ત અને ઉપાસક એવા ડો. મોક્ષા તેજસભાઈ ધોળકીયા દ્વારા સેવાકીય કાર્ય અને ધાર્મિક કાર્ય મોટા પ્રમાણમાં કરવામાં આવે છે ત્યારે ફરી કોરોના મહામારી ભારત દેશમાં ફરી તાંડવ ના રચાવે તે માટે અંબાજી મંદિર ચાચા ચોક ખાતે નવચંડી યજ્ઞ અને નવદુર્ગા પૂજન તથા ભૈરવ પૂજા નો આયોજન ડૉ. મોક્ષા તેજસભાઈ ધોળકિયા દ્વારા કરવામાં આવ્યો હતો અને બ્રહ્મ ભોજન તથા કન્યા ભોજન નો પણ આયોજન કરવામાં આવ્યું હતું અને ડો. મોક્ષા તેજસભાઈ ધોળકિયા દ્વારા કોરોના મા મારી ફરી ભારત દેશમાં તાંડવ ના રચાવે અને વિશ્વ આરોગ્ય કલ્યાણ સારું રહે માટે માતાજીના ચરણોમાં પ્રાર્થના કરવામાં આવી હતી.આ અંગે મહેન્દ્રભાઈ અગ્રવાલ ના જણાવ્યા અનુસાર અગાઉ પણ હનુમાન જન્મ ઉત્સવ નિમિત્તે હનુમાનજીના મંદિરે ડો. મોક્ષા તેજસભાઈ ધોળકિયા દ્વારા હનુમાનજી મંદિર ખાતે અન્નકૂટ, હનુમાન ચાલીસા પાઠ, રામ ધુન અને સુંદરકાંડના અખંડ પાઠનું પણ આયોજન કરવામાં આવ્યું હતું.કોરોના મહામારી ફરિવાર ભારત દેશમાં તાંડવ ના મચાવે તે અર્થે માઁ અંબા સમક્ષ ચાચા ચોક ખાતે નવચંડી યજ્ઞ કરવામાં આવ્યો હતો.

[wptube id="1252022"]
Back to top button