
વાત્સલ્યમ સમાચાર
મદન વૈષ્ણવ ડાંગ
ડાંગ જિલ્લાના મુખ્ય મથક આહવા ખાતે જિલ્લા પંચાયતની સમાજ કલ્યાણ શાખા તથા ડો. બાબાસાહેબ આંબેડકર ઉત્કર્ષ મંડળ દ્વારા તા.14મી એપ્રિલ 2023 ના રોજ, ડો. બાબાસાહેબ આંબેડકરની પ્રતિમા પાસે તેમની 132મી જન્મ જયંતી ઉજવણીના કાર્યક્રમનુ આયોજન કરાયુ હતુ.
કાર્યક્રમ અંતર્ગત આહવા ખાતે રેલી, પ્રભાત ફેરીનુ આયોજન કરાયુ હતુ. જેમા આહવાની વિવિધ શાળાઓના આશરે 500 જેટલા વિદ્યાર્થીઓ, અને વિદ્યાર્થીનીઓ જોડાયા હતા. રેલી બાદ સભાનુ આયોજન પણ કરવામા આવ્યુ હતુ. જેમા વિધાનસભાના નાયબ દંડક શ્રી વિજયભાઈ પટેલે ઉપસ્થિત રહી, ડો.બાબાસાહેબ આંબેડકર દ્વારા કરાયેલી બંધારણની રચના, દેશના તમામ નાગરિકોને સુરક્ષિતતા, તથા વિકાસની તક જેવા વિષયે પ્રાસંગિક ઉદબોધન કર્યું હતું.
દરમિયાન જિલ્લા કલેક્ટર શ્રી મહેશ પટેલે ડો.બાબાસાહેબના જીવનના સંઘર્ષોમાંથી પ્રેરણા લઈ, પોતાના કર્મો દ્વારા મહાન થવાય છે તે બાબતે ઉપસ્થિતોને પ્રોત્સાહિત કર્યા હતા.
<span;>કાર્યક્રમની આભારવિધિ નાયબ જિલ્લા વિકાસ અધિકારી શ્રી યોગેશ જોષીએ આટોપી હતી. આ પ્રંસગે અધિક નિવાસી કલેક્ટર શ્રી પી.એ. ગાવિત, જિલ્લા પંચાયત સદસ્ય શ્રી લાલભાઈ ગાવિત, તાલુકા સદસ્ય શ્રી દીપકભાઈ પીપળે, ભાજપ પાર્ટી પ્રમુખ શ્રી કિશોરભાઈ ગાવિત, મહામંત્રી શ્રી હરિરામભાઈ સાવંત, શ્રી રાજુભાઈ ગામિત, તેમજ મોટી સંખ્યામા વિદ્યાર્થીઓ અને ગ્રામજનો ઉપસ્થિત રહ્યા હતા.








