JETPURRAJKOT

ગૃહ રાજયમંત્રીશ્રી હર્ષ સંઘવીના હસ્તે પાકિસ્તાનથી સ્થળાંતરિત થયેલ રાજકોટના ૧૩ લોકોને ભારતીય નાગરિકતા પત્ર એનાયત કરાયા

તા. ૧૮ મે

વાત્સલ્યમ્ સમાચાર

અમુ સિંગલ જેતપુર

૧૦ વર્ષ પહેલા ભારતમાં પગ મૂક્યો ત્યારે જે શાંતિ અનુભવી હતી એવી શાંતિ આજે ફરી એકવાર ભારતીય નાગરિકત્વ પ્રાપ્ત કરતા અનુભવું છું ભવાન વાપી

પાકિસ્તાનથી સ્થળાંતરિત થઇ રાજકોટમા નિવાસ કરતા ૧૩ વ્યક્તિઓને ગૃહ રાજયમંત્રીશ્રી હર્ષ સંઘવીના હસ્તે કલેકટર કચેરી ખાતે ભારતીય નાગરિકતા પ્રમાણપત્ર એનાયત કરાયા હતા.

ગૃહ રાજયમંત્રીશ્રી હર્ષ સંઘવીએ “કેમ છો બધા” કહીને સૌને સહર્ષ આવકાર્યા હતા અને જણાવ્યું હતું કે, ભારત સરકાર અને ગુજરાત સરકાર સ્થળાંતરિત થયેલ નાગરિકોને સમાજના મુખ્ય પ્રવાહમાં સામેલ કરવા માટે હરહંમેશ પ્રતિબધ્ધ છે. સ્થળાંતરિત થયેલ લોકોના રોજિંદા જીવનમાં આવતા પ્રશ્નોનું નિરાકરણ લાવવા માટે સરકાર નક્કર પ્રયાસો કરે જ છે, જેના ભાગરૂપે આજે ૧૩ નાગરિકોને નાગરિકતાપત્ર અપાઇ રહયા છે. આ પ્રસંગે મંત્રીશ્રીએ મોઢું મીઠું કરાવીને ભારતીય નાગરિકતા પ્રાપ્ત કરતા ૧૩ નાગરિકોને શુભકામનાઓ પાઠવી હતી.

પાકિસ્તાનના કરાંચીમાંથી આવેલા અને છેલ્લા ૧૦ વર્ષથી રાજકોટમાં રહેતા શ્રી ભવાન વાપીએ ગૃહ રાજયમંત્રીશ્રી હર્ષ સંઘવી સાથે વાત કરી હતી અને આભાર માનતા કહ્યું હતું કે, આજે અમે કોઈ પણ પ્રકારના ડર વિના જીવન જીવી રહ્યા છીએ. પાકિસ્તાનમાંથી જ્યારે ભારત આવ્યા ત્યારે જે શાંતિનો અનુભવ થયો હતો તે શાંતિ ભારતીય નાગરિકત્વ પ્રાપ્ત કરીને આજે ફરી અનુભવી છે. જે બદલ રાજ્ય અને કેન્દ્ર સરકારનો ખૂબ ખૂબ આભાર માનું છું.

આ કાર્યક્રમમાં મેયરશ્રી પ્રદીપ ડવ, સાંસદશ્રી મોહનભાઈ કુંડારિયા, ધારાસભ્ય સર્વ શ્રી દર્શિતાબેન શાહ, શ્રી ઉદયભાઈ કાનગડ, શ્રી રમેશભાઈ ટીલાળા, કલેકટરશ્રી પ્રભવ જોશી, પોલીસ કમિશ્નરશ્રી રાજુ ભાર્ગવ, પોલીસ અધિક્ષકશ્રી જયપાલસિંહ રાઠોર, નિવાસી અધિક કલેકટરશ્રી એસ.જે.ખાચર, ક્રાઇમ બ્રાન્ચના ડી.સી.પી.શ્રી પાર્થરાજસિંહ ગોહિલ, ડી.સી.પી. શ્રી પૂજા યાદવ, પ્રાંત અધિકારી શ્રી કે.જી.ચૌધરી અને અગ્રણી શ્રી કમલેશ મીરાણી સહિતના અધિકારીશ્રીઓ ઉપસ્થિત રહ્યા હતા.

[wptube id="1252022"]
Back to top button