
5 એપ્રિલ
વાત્સલ્ય સમાચાર પ્રવીણભાઈ ચૌહાણ થરાદ બનાસકાંઠા
આજરોજ તારીખ ૫/૪/૨૦૨૩ ના રોજ થરાદ શહેરમાં આવેલી આનંદનગર પ્રાથમિક શાળા થરાદ ૩ માં અભ્યાસ કરતા ધોરણ ૮ના વિધાર્થીઓનો દીક્ષાંત (વિદાય સમારોહ) કાર્યક્રમ યોજાયો. જે અંતર્ગત ધોરણ ૮ના ૧૨૬ બાળકોને કુમકુમ તિલક કરી વિદાય આપવામાં આવી હતી. જેમાં બાળકોએ પોતાના સ્મરણો વાગોળ્યા હતા અને આંદનગર શાળામાં બાળકોને મેળવેલ શિક્ષણ તેમજ જીવન ઘડતર વિશે કૌશલ્યો નો ઉલ્લેખ કરી શાળા પાસેથી તેમણે જે પ્રાપ્ત કર્યું તે માટે તેઓ હંમેશા ઋણી રહેશે તેવા ભાવ પ્રગટ કર્યા આં પ્રસંગે બાળકો શાળામાંથી વિદાય લેવાની હોય ભાવવિભોર બની ગયા હતા અને શાળાના શિક્ષકોએ એમને આપેલ અમૂલ્ય ભાથું આપ્યું તે તમામ ગુરુજીઓને વંદન કર્યા હતા. શાળાના શિક્ષકોએ પણ બાળકોએ મેળવેલ સિદ્ધિઓ યાદ કરી બાળકોને ઉજ્વળ ભવિષ્ય માટે આર્શિવાદ આપ્યા.
અંતમાં વિધાર્થીઓ દ્વારા શાળાને વિવિધ મોમેન્ટો અર્પણ કરવામાં આવી સાથે સાથે મધુર યાદગીરી સાચવાઈ રહે તે માટે આ કાર્યક્રમને કેમેરામાં કંડારવામાં આવ્યો. શાળાના આચાર્ય મહેશભાઈ કે.મણવર સાહેબે બાળકોને ઉચ્ચ અભ્યાસ કરી જીવનમાં ખૂબ આગળ વધે અને ઉતરોતર પ્રગતિ કરી શાળા તથા માતા પિતા નું નામ રોશન કરો તેવી શુભેચ્છાઓ આપી. જેમાં આનંદનગર પ્રાથમિક શાળા થરાદ ના વિદ્યાર્થી આચાર્ય દેવ નાનજી ભાઈ દ્વારા ધોરણ ૮ ના વિદાય લઈ રહેલ ૧૨૬ બાળકો તેમજ ૨૨ શિક્ષકોને બોલપેન ભેટ આપી







