BANASKANTHAPALANPUR

ડીસા મોદી સમાજનું મેડિકલ ક્ષેત્રે ગૌરવ

30 માર્ચ વાત્સલ્યમ દૈનિક સમાચાર સુભાષભાઈ વ્યાસ પાલનપુર બનાસકાંઠા

ઉત્તર ગુજરાત તથા અમદાવાદ ગાંધીનગર ના મેડીકલ તથા શૈક્ષણિક ક્ષેત્રે કરેલા વિકાસના કાર્યોના અનુસંધાને ગુજરાત રાજ્યના આરોગ્ય તથા શિક્ષણ મંત્રી શ્રી ઋષિકેશભાઈ ગણેશભાઈ પટેલ સાહેબના અધ્યક્ષ   સ્થાને  ગાંધીનગર મુકામે 27 માર્ચ સન્માન સમારંભનું આયોજન કરવામાં આવ્યું હતું સદરહું સન્માન સમારંભમાં ડીસા એ.પી.એમ.સી.ના માજી ઈન્ચાર્જ સેક્રેટરી તથા મોદી સમાજના સામાજિક કાર્યકર શ્રી વિનોદભાઈ પુનમચંદભાઈ પંચીવાલા ના સુપુત્ર ગેસ્ટ્રો સર્જન ડોક્ટર હિતેશ વિનોદભાઈ પંચીવાલા પાટણ મુકામે સીટી હોસ્પિટલ ચલાવે છે મેડીકલ ક્ષેત્રે વિશિષ્ટ કામગીરી તેમજ વિનોદભાઈ પંચીવાલા નાં પુત્રવધુ ગાયનેક ડો. રોશની હિતેશ પંચીવાલા *(ડો. રોશની મોદી)* ક્રિષ્ના હોસ્પિટલ પાટણ નું બેસ્ટ ગાયનેક ડોક્ટર તરીકે ની કામગીરી કરવા બદલ ગુજરાત રાજ્યના આરોગ્ય અને શિક્ષણમંત્રી શ્રી ઋષિકેશભાઈ ગણેશભાઈ પટેલ સાહેબના વરદ હસ્તે ગેસ્ટો સર્જન ડોક્ટર હિતેશ વી પંચીવાલા તથા બેસ્ટ ગાયનેક ડોક્ટર રોશની હિતેશ પંચીવાલા *(ડો. રોશની મોદી)* નું હેલ્થ કેર ૨૦૨૨-૨૩ નો એવોર્ડ આપી સન્માનિત કરી ડીસા મોદી સમાજનું ગૌરવ વધારેલ છે.સદર સમારોહમાં ડીસા મતવિસ્તાર વિભાગના ધારાસભ્ય શ્રી પ્રવીણભાઈ સાહેબ તથા પાલનપુર મત વિસ્તાર વિભાગના ધારાસભ્ય શ્રી અનિકેતભાઈ ઠાકર સાહેબ તથા ઉત્તર ગુજરાતના અગ્રણી ડોક્ટર્સ ઓ ઉપસ્થિત રહ્યા હતા સદરહું એવોર્ડ મેળવવા બદલ ડો. હિતેશભાઈ તથા ડો. રોશનીબેન ને ખુબ ખુબ અભિનંદન પાઠવ્યા હતા.

 

[wptube id="1252022"]
Back to top button