
29 માર્ચ વાત્સલ્યમ દૈનિક સમાચાર સુભાષભાઈ વ્યાસ પાલનપુર બનાસકાંઠા
કાંકરેજ તાલુકાના વહેપારી મથક થરા ખાતે શ્રી કાંકરેજ આંજણા કેળવણી મંડળ સંચાલિત શ્રી વિનયવિદ્યા મંદિરમાં ધો.-૮ ના વિધાર્થીઓનો શુભેચ્છા સન્માન સમારોહ કાર્યક્રમ પ્રમુખ અણદાભાઈ આર.પટેલના અધ્યક્ષ સ્થાને સોમવારના યોજાયો હતો. દીપ પ્રાગટય કરી કાર્યક્રમની શુભ શરૂઆત કરવામાં આવી હતી. સંસ્થાના પ્રમુખ અણદાભાઈ પટેલે પ્રાસંગિક પ્રવચન કરી તેજસ્વી તારલાઓનું સન્માન કરવામાં આવેલ.આચાર્ય દેવરાજભાઈ ડી.ચૌધરી દ્વારા બાળકોને શુભેચ્છા સંદેશ પાઠવેલ.આ પ્રસંગે નિકુલભાઈ વી.ચૌધરી,કિરણભાઈ એચ. જોષી સહિત દરેક સ્ટાફગણ હાજર રહ્યા હતા.આભાર વિધિ શંકરભાઈ જે.ચૌધરીએ કરી હતી.આ અંગે નટવર.કે.પ્રજાપતિ એ જણાવ્યું હતું.

[wptube id="1252022"]







