BANASKANTHAPALANPUR

રાધનપુર ખાતે પ્રજાપતિ છાત્રાલયમાં શ્રી પ્રગતિ ચેરીટેબલ ટ્રસ્ટ દ્વારા ૧૪ મો સરસ્વતી સન્માન સમારોહ યોજાયો

27 માર્ચ વાત્સલ્યમ દૈનિક સમાચાર સુભાષભાઈ વ્યાસ પાલનપુર બનાસકાંઠા

રાધનપુર ખાતે શ્રી આઠ પરગણા ગુર્જર પ્રજાપતિ કેળવણી મંડળ સંચાલિત શ્રીમતી શાંતાબેન હેમાભાઈ પ્રજાપતિ છાત્રાલયમાં  રવિવારના રોજ સવારે શ્રી પ્રગતિ ચેરીટેબલ ટ્રસ્ટ દ્વારા ૧૪ મો તેજસ્વી તારલાઓનો ઈનામ વિતરણ કાર્યક્રમ અને સ્નેહ સમારોહ ગુજરાત રાજ્યસભાના સાંસદ દિનેશભાઈ અનાવાડીયા (પ્રજાપતિ) ની ઉપસ્થિતિમાં મંડળના પ્રમુખ વેલાભાઈ પી. પ્રજાપતિના અથાગ પ્રયત્નોથી કાર્યક્રમ યોજાયો હતો.દીપ પ્રાગટ્ય કરી કાર્યક્રમની શરૂઆત કરવામાં આવી હતી.પધારેલ મહેમાનોનું પુષ્પગુચ્છ આપી શાલ ઓઢાડી આયોજકોએ સન્માન કર્યું હતું.તેજસ્વી તારલાઓનું દાતાઓનું ગિફ્ટ દ્વારા સન્માન કરવામાં આવ્યું હતું.ત્યારે રાધનપુરના ધારાસભ્ય લવિગજી સોલંકી ઉપસ્થિત રહી પાંચ લાખનું અનુદાન આપેલ. દિનેશભાઈ અનાવાડીયાએ પણ તેઓની ગ્રાન્ટમાંથી અગાઉના સમયમાં ૧૦ લાખ રૂપિયાનું અનુદાન આપેલ.પ્રજાપતિ સમાજના બારોટ દિનેશભાઈ આઈ.બારોટ (વાવ-થરાદ) ઉપસ્થિત રહી વિદ્યાર્થીઓને માર્ગદર્શન આપેલ અને સમાજના આગેવાનોને સમાજની એકતા ઉપર ભાર મુકતા કહ્યું કે આપણે દક્ષ પ્રજાપતિના વંશજો છીએ આપણે કોઈને આપણી ઓળખાણ આપવાની હોતી નથી સૌ સાથે હળી મળી સમાજના વિકાસના કામો કરવા તથા બાળકોને શિક્ષણ આપવા જણાવ્યું હતું.આ પ્રસંગે અનેક દાતાઓમાં ભોજનદાતા સ્વ. ગોમતીબેન બી.પ્રજાપતિ,સ્વ. કાંતાબેન ડી.પ્રજાપતિ પરિવાર ચાંદીના સિક્કાના દાતાસ્વ.પ્રભુભાઈપી.પ્રજાપતિપરિવાર,પ્રજાપતિ ગીતાબેન કિશોરભાઈ માંડલા,સ્વ.ધનાભાઈ એસ.પ્રજાપતિ પરિવાર,મંડપના દાતા ગણેશભાઈ એમ.પ્રજાપતિ- ગાંજીસર,ચા-પાણીના દાતા રાધનપુર માર્કેટ્યાર્ડના ડિરેક્ટર લક્ષમણભાઈ કે.પ્રજાપતિ સહિત અનેક દાતાઓ દાન આપી સહભાગી થયા હતા.આ કાર્યક્રમમાં શ્રી ઉત્તર ગુજરાત આઠ પરગણા ગુર્જર પ્રજાપતિ સમાજ અમદાવાદના પ્રમુખ ઈશ્વરભાઈ ડી.પ્રજાપતિ,શ્રી વઢીયારી પ્રજાપતિ સમાજ મહેસાણાના પ્રમુખ પિનાકીનભાઈ જે.પ્રજાપતિ,શ્રી આઠ પરગણા ગુર્જર પ્રજાપતિ કેળવણી મંડળ રાધાનપુરના પ્રમુખ દશરથભાઈડી.પ્રજાપતિ(ડી.ડી.),મંત્રીપ્રહલાદભાબી.બી.પ્રજાપતિ કાંકરેજ તાલુકા ભાજપ પૂર્વ મહામંત્રી કિશોરભાઈ બી. પ્રજાપતિ સહિત સમાજના વડીલો,રાજકીય આગેવાનો વિશાળ સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા.સમગ્ર કાર્યક્રમનું સફળ સંચાલન વિજયનગર પ્રા.શાળાના આચાર્ય નાનજીભાઇ પ્રજાપતિ એ કરેલ.આ અંગે નટવર કે.પ્રજાપતિ એ જણાવ્યું હતું.

 

[wptube id="1252022"]
Back to top button