NANDOD

રાજપીપળા પોલીસે યુથ કોંગ્રેસના ૧૧ કાર્યકરો સામે જાહેરનામાના ભંગનો ગુનો દાખલ કર્યો

રાજપીપળા પોલીસે યુથ કોંગ્રેસના ૧૧ કાર્યકરો સામે જાહેરનામાના ભંગનો ગુનો દાખલ કર્યો

રાહુલ ગાંધીને સજા થતા રાજપીપળામાં યુથ કોંગ્રેસે પી.એમ. મોદીનું પૂતળાં દહન કર્યું હતું

જુનેદ ખત્રી : રાજપીપળા

મોદી અટકની વિવાદસ્પદ ટિપ્પણીના મામલે સુરત કોર્ટ દ્વારા કોંગ્રેસના રાહુલ ગાંધીને 2 વર્ષની સજાનો હુકમ કરતાં આ મુદ્દે વિરોધ નોંધાવી નર્મદા યુથ કોંગ્રેસના કાર્યકરોએ રાજપીપળા સફેદ ટાવર ખાતે તંત્રની મંજૂરી વિના વડાપ્રધાન નરેન્દ્રમોદીના પૂતળાનું દહનનું કાર્યક્રમ કરતા રાજપીપળા ટાઉન પોલીસે જાહેરનામાના ભંગ બદલ યુથ કોંગ્રસના જિલ્લા પ્રમુખ સહિત 11 લોકો સામે ગુનો દાખલ કર્યો છે.

વર્ષ 2019 માં કર્ણાટકની એક રેલી દરમિયાન કોંગ્રેસના નેતા રાહુલ ગાંધીએ મોદી અટકને લઈને વિવાદસ્પદ નિવેદનના મામલે સુરત કોર્ટે તેમને 2 વર્ષની સજાનો હુકમ કરતા કોંગ્રેસમાં ભારે રોષ ફેલાયો હતો. અને આ મામલે રાજપીપળામાં યુથ કોંગ્રેસના કાર્યકરોએ વિરોધ નોંધાવી ભારતીય જનતા પાર્ટીના ઇશારે ખોટા કેસો કરીને સુરત ખાતે રાહુલ ગાંધીને દોષિત ઠેરાવવામાં આવ્યા આક્ષેપ કરી રાહુલ ગાંધીના સમર્થનમાં રાજપીપળા સફેદ ટાવર ખાતે તંત્રની મંજુરી વગર વડાપ્રધાન નરેન્દ્ર મોદીના પૂતળાંનું દહનનું કાર્યક્રમ કરતા રાજપીપળા ટાઉન પોલીસ દ્વારા નર્મદા જિલ્લા યુથ કોંગ્રેસના પ્રમુખ અજયભાઈ બચુભાઈ વસાવા રહે.અંબીકાનગર રાજપીપલા તા.નાંદોદ જી.નર્મદા, જયેશભાઈ શિવજીભાઈ વસાવા રહે.મોટા લીમટવાડા તા.નાંદોદ જી.નર્મદા, નિતિનભાઈ ધનસુખભાઈ વસાવા
રહે.મોટા હેડવા તા.નાંદોદ જી.નર્મદા, રોહીતભાઈ જસવંતભાઈ વસાવા રહે.મોટા હેડવા તા.નાંદોદ
જી.નર્મદા, સંજયભાઈ દામજીભાઈ વસાવા રહે.ખોજલવાસા તા.નાંદોદ જી.નર્મદા, વિરલભાઈ રાજેશભાઈ વસાવા રહે.જેતપોર તા.નાંદોદ જી.નર્મદા, પ્રવિણભાઈ વિઠ્ઠલભાઈ વસાવા રહે.રત્નદીપ સોસાયટી રાજપીપલા તા.નાંદોદ જી.નર્મદા, સુરજભાઈ શનાભાઈ વસાવા રહે.છટવાડા તા.નાંદોદ જી.નર્મદા, સાગરભાઈ સંજયભાઈ વસાવા રહે.વિરપોર તા.નાંદોદ જી.નર્મદા, રાહુલભાઈ હસમુખભાઈ વસાવા રહે.છટવાડા તા.નાંદોદ જી.નર્મદા તથા, પ્રદિપભાઈ રમેશભાઈ વસાવા રહે. સિંધિવાડ રાજપીપલા તા.નાંદોદ જી.નર્મદાનાઓ સામે પ્રસાશન દ્વારા લાગુ કરાયેલા જાહેરનામાના ભંગનો ગુનો દાખલ કરવામાં આવ્યો છે

[wptube id="1252022"]
Back to top button