BHUJKUTCH

ગાંધીનગર ખાતે રાજ્યસંઘની સંકલન બેઠકમાં પ્રા.શિક્ષકોના પ્રશ્નો ચર્ચાયા.

૨૩ – માર્ચ

વાત્સલ્યમ્ સમાચાર

રમેશ મહેશ્વરી – કચ્છ

રાષ્ટ્રિય અધિવેશન અને રામકથાના આયોજનને આખરી ઓપ અપાયું.

ભુજ કચ્છ :-ગુજરાત રાજ્ય પ્રાથમિક શિક્ષક સંઘની કાર્યવાહક સમિતિની બેઠક સંઘના કાર્યાલય ચાણક્ય ભવન, ગાંધીનગર ખાતે યોજાઇ હતી. પ્રમુખ દિગ્વિજયસિંહ જાડેજાની અધ્યક્ષતામાં યોજાયેલ આ સંકલન બેઠકમાં રાજ્યના તમામ જિલ્લાના પ્રમુખ, મહામંત્રી અને રાજ્યસંઘના હોદ્દેદારો ઉપસ્થિત રહ્યા હતા. કચ્છ જિલ્લામાંથી પ્રમુખ નયનસિંહ જાડેજા, મહામંત્રી કેરણાભાઈ આહિર, રાજ્યસંઘના ઉપપ્રમુખ હરિસિંહ જાડેજા, જટુભા રાઠોડ, ઇન્દ્રજીતસિંહ જાડેજા સહિતનાઓ ઉપસ્થિત રહ્યા હતા. બેઠકમાં કચ્છ જિલ્લાના નવનિયુક્ત પ્રમુખ અને મહામંત્રીનું રાજ્યસંઘના હોદ્દેદારો દ્વારા સન્માન કરવામાં આવ્યું હતું. આગામી ૧૨ અને ૧૩ મે ના ગાંધીનગર ખાતે યોજાનાર અખિલ ભારતીય પ્રાથમિક શિક્ષક સંઘ અને ગુજરાત રાજ્ય પ્રાથમિક શિક્ષક સંઘના શૈક્ષણિક અધિવેશન અને મહિલા સંમેલનના આયોજન તથા રાજ્યના ૨ લાખ શિક્ષકોના કલ્યાણ અર્થે યોજાનાર પૂ. મોરારિ બાપુની રામકથાના આયોજન બાબતે ચર્ચા વિચારણા કરી, વિવિધ સમિતિઓની રચના સાથે તૈયારીને આખરી ઓપ આપવામાં આવ્યું હતું. સંકલન બેઠકમાં વિવિધ જિલ્લાના હોદ્દેદારો દ્વારા પ્રાથમિક શિક્ષકોના વિવિધ પડતર પ્રશ્નો રજૂ કરવામાં આવ્યા હતા. જેમાં ખાસ કરીને સી.પી.એસ. ખાતા ધરાવતા શિક્ષકોના ૧૦ % કપાત સામે ૧૪ % જમા કરાવવા, ૧/૪/૨૦૦૫ પહેલાના શિક્ષકોને જૂની પેન્શન યોજનામાં સમાવેશ અંગેનો પરિપત્ર સત્વરે કરવા, તમામને જૂની પેન્શન યોજનાના લાભ માટે લડત આપવા, શિક્ષકોના બદલી કેમ્પ યોજવા, પ્રા.શિક્ષકોની પગાર , એરિયર્સ ઉપરાંત સ્વચ્છતા ગ્રાન્ટ સમયસર ફાળવવા, શાળાઓનો સમય સવારનો કરવા, બે થી વધુ બાળકો ધરાવતા શિક્ષકોને પણ એલ. ટી.સી.નો લાભ આપવા, વહીવટી કારણોસર બદલી થયેલ શિક્ષકોની ત્રણ વર્ષ બાદ સીનીયોરીટી સળંગ ગણવા, એચ. ટાટ આચાર્યોને વિકલ્પની તક આપવા , ૨૭/૪/૨૦૧૧ પહેલા ભરતી થયેલ વિદ્યા સહાયકોને ૨ વર્ષ બાદ નિવૃત્તિની ખાલી જગ્યાઓ પર નિયમિત પગારમાં સમાવા, જ્ઞાન શક્તિ રેસીડેન્સી શાળાઓ તથા ધોરણ – ૧ માં ૬ વર્ષે પ્રવેશના કારણે સરકારી પ્રા.શાળાઓમાં શિક્ષક મહેકમ પર થનાર અસર વગેરે બાબતે ચર્ચા વિચારણા કરવામાં આવી હતી. પ્રમુખ સ્થાનેથી રાજ્ય સંઘના પ્રમુખ દિગ્વિજયસિંહ જાડેજાએ જણાવ્યું હતું કે જૂની પેન્શન યોજના માટે આગામી સમયમાં અખિલ ભારતીય પ્રાથમિક શિક્ષક સંઘના નેજા હેઠળ તમામ રાજ્યોમાં રથ યાત્રા કાઢવામાં આવશે. તાજેતરમાં રાષ્ટ્રિય સ્તરે ઓલ ઇન્ડિયા પેન્શન રિવાઈવલ ફ્રન્ટની રચના કરવામાં આવી છે. મોરચા દ્વારા પેન્શન યોજના માટે આગામી ૧૧ એપ્રિલ ૨૦૨૩ને રાષ્ટ્રિય વિરોધ દિવસ તરીકે મનાવવા ઉપરાંત ૧૬ મી જુલાઈના દિલ્હી ખાતે ભવ્ય રેલી યોજવા આયોજન ઘડવામાં આવ્યું છે. ૨૦૦૫ પહેલાનાને જૂની પેન્શનમાં સમાવવા તથા સી.પી.એસ.કપાત ૧૦ સામે ૧૪ % કરવા માટે વિધાનસભા સત્ર પૂરું થયે મંત્રીઓની સમિતિને રૂબરૂ મળી સત્વરે પરિપત્ર કરાવવા પૂરા પ્રયત્નો કરાશે. બાલવાટિકામાં પ્રવેશ મેળવેલ ૫ વર્ષના બાળકો શાળાના મહેકમમાં ગણાશે. જ્ઞાન શક્તિ રેસીડેન્સી શાળાઓમાં સમગ્ર તાલુકામાંથી માંડ ૨૦૦ જેટલા બાળકો જશે એટલે મહેકમમાં ઝાઝી અસર નહી થાય. સી.આર.સી. ના આવેલ ચુકાદા બાદ એડિટ કરવા માટે ટીચર પોર્ટલ ૨ દિવસ ખોલવામાં આવશે ત્યાર બાદ વર્તમાન કરેલ અરજીઓના હુકમો કાઢવામાં આવશે. વેકેશન અને નવી ભરતી પહેલા પ્રા. શિક્ષકોના તમામ બદલી કેમ્પ પૂર્ણ કરવા માટે સંગઠન પ્રયત્નશીલ છે તેવું ઉમેર્યું હતું.ગાંધીનગરની આ સંકલનમાં મહામંત્રી સતિષ પટેલ, ખજાનચી રણજીતસિંહ પરમાર, સિ. ઉપપ્રમુખ બચુભાઈ વસાવા, સિ.મંત્રી પ્રભાતસિંહ ચૌહાણ સહિતના હોદ્દેદારો. ઉપસ્થિત રહ્યા હતા.

[wptube id="1252022"]
Back to top button