BANASKANTHAPALANPUR

ડીસા શહેરમાં ચેટીચંદની ધામધૂમથી શોભાયાત્રા નીકળી

23 માર્ચ વાત્સલ્યમ દૈનિક સમાચાર સુભાષભાઈ વ્યાસ પાલનપુર બનાસકાંઠા

ડીસા શહેરમાં પૂજ્ય સિંન્ધી સમાજ સેવા ટ્રસ્ટ દ્વારા ચૈત્ર સુદ – ૨ ને તા. ૨૩/૦૩/૨૦૨૩ ને ગુરૂવાર નાં રોજ તેરમીનાળા ખાતે આવેલ ભગવાન શ્રી ઝુલેલાલ નાં મંદિરે થી સવારે હવન (યજ્ઞ) બાદ બપોરે ભવ્ય શોભાયાત્રા માં સિંધી સમાજના ભાવિભક્તો મોટી સંખ્યામાં ભાઈઓ બહેનો જોડાયા હતાં અને આ ભવ્ય શોભાયાત્રા ભગવાન શ્રી ઝુલેલાલ ની ડીસા શહેરમાં પરિક્રમા કરીને જલારામ મંદિરે સાંજે પહોંચી હતી.આ ધાર્મિક પ્રસંગ માટે તે લોકોએ દર્શનનો લાભ લીધો હતો અને ડીસા શહેરમાં આયોલાલ ઝુલેલાલના નારા સાથે ભવ્ય શોભાયાત્રા ભક્તિમય બની હતી.આ શોભાયાત્રામાં સમાજના પ્રમુખશ્રી ગોવિંદભાઈ ભાગચંદાની, ઉપપ્રમુખ શ્રી પ્રકાશભાઈ આસનાની, જગદીશભાઈ મોહનાણી, સુંદરભાઈ ફુલવાણી, પ્રકાશ કેવલાણી,વિજયભાઈ હેમનાણી, દિલિપભાઈ ઠરીયાણી વિગેરે સમાજ નાં આગેવાનો અને યુવાનો ખડેપગે હાજર રહી સેવા આપી હતી અને સમાજ નાં ભાઈઓ તેમજ બહેનોએ ભોજન અને દર્શન નો લાભ લીધો હતો ભગવાન શ્રી ઝુલેલાલની શોભાયાત્રામાં જોડાયા હતા તેમજ ભાવીભક્તો દ્વારા ઠંડા પાણી શરબત તેમજ નાસ્તાની સારી સેવા આપી હતી.આ અંગે વિનોદભાઈ બાંડીવાળા એ જણાવ્યું હતું.

[wptube id="1252022"]
Back to top button