
૧૬ માર્ચ
વાત્સલ્યમ્ સમાચાર
રમેશ મહેશ્વરી – માંડવી કચ્છ
માંડવી કચ્છ :- માંડવી તાલુકા યુવા ભાજપ દ્વારા સાકરબાઈ ખીમજી રામદાસ સ્કુલ માંડવી મધ્યે ધોરણ 12 ની બોર્ડ ની પરીક્ષા શરૂ થઇ છે એટલે બધાજ વિદ્યાર્થીઓ ને જ્વલંત સફળતા મળે તે માટે મીઠું મોઢું કરાવી બોલપેન આપી અને તમામ વિધાર્થીઓ સારાં માર્ક્સ સાથે પરીક્ષા પાસ થાય તેવી શુભેચ્છાઓ પાઠવી હતી અને તમામ વિધાર્થીઓ ને જણાવ્યું હતું કે પરીક્ષા કેન્દ્ર પર આવાં માટે કોઈ વાહન નાં મડે તો અમારી યુવા ભાજપ ટીમ તમને ટીમના વાહન થી પરીક્ષા કેન્દ્ર પર સમયસર પહોંચી શકો માટે અમારી યુવા ટીમ તૈયાર રહેશે તેવું તાલુકાના યુવા ભાજપના પ્રમુખ ગોપાલભાઈ ગઢવી એ જણાવ્યું હતું આ કાર્યક્રમ માં માંડવી તાલુકા યુવા ભાજપ પ્રમુખશ્રી ગોપાલ ભાઈ ગઢવી, યુવા ભાજપ ના મંત્રી અને શિરવા ગામ ના સરપંચ પરેશભાઈ ભાનુશાલી, કિસાન મોરચા ના મંત્રી શંભુદાન ભાઈ ગઢવી, યુવા ભાજપના અગ્રણી પિંગલભાઈ જોષી, સાથે વિવેકભાઈ, ભીમશી ભાઈ, અને કાર્યકર મિત્રો સાથે રહ્યા હતા.








