
તા.૫/૧૨/૨૦૨૩
વાત્સલ્યમ્ સમાચાર
અમુ સિંગલ જેતપુર
Rajkot, Jasdan: રાજ્યવ્યાપી “વિકસિત ભારત સંકલ્પ યાત્રા” રાજકોટ જિલ્લાના જસદણ તાલુકાના બાખલવડ ગામની ક્ન્યાશાળા ખાતે યોજાઇ હતી.

’’વિકસિત ભારત સંકલ્પ યાત્રા’’ હેઠળ ગ્રામજનોએ ‘‘મેરી કહાની, મેરી જુબાની’’ અંતર્ગત પ્રધાનમંત્રી જન આરોગ્ય યોજના, ટીબી કાર્ડ તેમજ બાળ કુપોષણ નિવારણ યોજના સહિતની વિવિધ યોજનાઓનો લાભ લઇ બીજા ગ્રામજનોને પ્રેરિત કર્યા હતા. સાથે-સાથે ડ્રોન સોઇલ હેલ્થ કાર્ડની ચકાસણીનું પ્રદર્શન, ટી.બી. સ્ક્રિનિંગ, આરોગ્ય શિબિર તેમજ આયુષ્માન કાર્ડનું ૧૦૦% ટકા સંતૃપ્તિ, ‘‘હર ઘર જલ’’ અહેવાલ, જન ધન યોજનાનું સો ટકા સંતૃપ્તિ, જમીનના કાર્ડનું ૧૦૦% ટકા ડિજિટાઇઝેશન સહિતની વિવિધ યોજનાઓની અને વિતરણની કામગીરીનો લાભ ગ્રામજનોએ ઉપસ્થિત રહીને ઉત્સાહભેર ભાગ લીધો હતો.

આ કાર્યક્રમમાં ગામના સરપંચ શ્રી, તલાટી મંત્રીશ્રી રાજુ સેદાણી, આરોગ્ય વિભાગના લાલજીભાઈ પલાતિયા, સ્ટેટ બેન્ક ઓફ ઇન્ડિયાના મેનેજરશ્રી લાલજીભાઈ પલાતિયા, વાસમોના શ્રી હીરૂબેન ડાંગર તેમજ ગ્રામજનો ઉપસ્થિતિ રહ્યા હતા.








