
૧૩ માર્ચ
વાત્સલ્યમ્ સમાચાર
રમેશ મહેશ્વરી – કચ્છ
અંજાર કચ્છ :- ભારતીય શૈક્ષણિક મૂલ્યો પ્રત્યે સમર્પિત અખિલ ભારતીય રાષ્ટ્રીય શૈક્ષિક મહાસંઘ સંલગ્ન રાષ્ટ્રીય શૈક્ષિક મહાસંઘ અંજાર તાલુકા અને નગર સંઘ દ્વારા તા.11.3.2023 ના રોજ અંજાર મોડેલ સ્કૂલ મધ્યે “માતૃ શક્તિ વંદના” કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું. કાર્યક્રમની શુભ શરૂઆત સરસ્વતી વંદનાથી કરવામાં આવી. મોડેલ સ્કૂલની વિદ્યાર્થીનીઓએ સ્વાગતગીતથી મહેમાનોનું સ્વાગત કર્યું હતું. ત્યારબાદ અંજાર નગરના મહિલા ઉપાધ્યક્ષ ડૉ. કૈલાશબેન કાંઠેચા એ ઉપસ્થિત સર્વે મહેમાનોનું શાબ્દિક સ્વાગત કર્યું હતું. ઉપસ્થિત સર્વે મહેમાનો દ્વારા દીપ પ્રાગટ્ય કરીને કાર્યક્રમને ખુલ્લો મુકવામાં આવ્યો. ત્યારબાદ કાર્યક્રમમાં ઉપસ્થિત સર્વે મહાનુભાવોનું ભારતીય પરંપરા અનુસાર ભગવદ ગીતાનું પુસ્તક અને પુષ્પગુચ્છ અર્પણ કરીને સ્વાગત કરવામાં આવ્યું. કાર્યક્રમના મુખ્ય અતિથિ અંજાર નગરના પ્રમુખ શ્રીમતી લીલાવંતીબેન ડી પ્રજાપતિ રહ્યા હતા. માતૃશક્તિ વંદના કાર્યક્રમના મુખ્ય વક્તા રાષ્ટ્ર સેવિકા સમિતિના પ્રવક્તા શ્રીમતી ભાવનાબેન ભાવસાર દ્વારા નારી શક્તિની મહિમા અને ગરિમા વિશે પ્રેરક વક્તવ્ય આપવામાં આવ્યું. આ કાર્યક્રમમાં વિવિધ ક્ષેત્રે વિશિષ્ટ સિદ્ધિ ધરાવનાર મહિલાઓનું સન્માન કરવામાં આવ્યું. જેમાં રાજકીય ક્ષેત્રે વિશિષ્ટ સિદ્ધિ મેળવનાર નગરપાલિકાના પ્રમુખ શ્રીમતી લીલાવંતીબેન પ્રજાપતિ, બી જે મેડિકલ કોલેજમાંથી એમ.બી.બી.એસ ની ડિગ્રી મેળવનાર ડો. રિયા પ્રજાપતિ તેમજ શૈક્ષણિક ક્ષેત્રે પી.એચ.ડી ની ડીગ્રી મેળવનાર ડો.વૈશાલીબેન રાઠોડને સાલ તેમજ સન્માન પત્રથી સન્માનિત કરવામાં આવ્યા હતા.આ કાર્યકમમાં જિલ્લા સંગઠન મંત્રી શ્રી જખરાભાઈ કેરાશિયા, જિલ્લા સહમંત્રી શ્રી કાંતિભાઈ રોજ, અંજાર તાલુકાના અઘ્યક્ષ અને બી.આર.સી કો ઓર્ડીનેટર શ્રી મયુરભાઈ પટેલ, અંજાર નગર અઘ્યક્ષ શ્રી રઘુભાઈ વસોયા, નગર મંત્રી શ્રી હસુભાઈ પરમાર, વિનોદભાઈ હડિયા, નગર મહિલા મંત્રી કુશુમબેન હડિયા તેમજ સી.આર.સી કો-ઓર્ડીનેટર વીડી ગીતાબેન પરમાર તથા અન્ય ગણમાન્ય સારસ્વત બહેનો ઉપસ્થિત રહ્યા હતા. સમગ્ર કાર્યકમનું સંચાલન તાલુકા મહિલા ઉપાધ્યક્ષ શ્રીમતી શિલ્પાબેન શાહ દ્વારા કરવામાં આવ્યું હતું.તેવું પ્રચાર મંત્રી મહેશ દેસાઈની યાદીમાં જણવાયું છે.