
જંબુસર
જંબુસર તાલુકા ના રૂનાડ ગામે કપિરાજ ની ટોળકી એ આતંક મચાવ્યો હોવાના તથા રૂનાડ ગામ ના રાત્રે મીઠી નીંદર માણતા યુવાન
સહિત કુલ 3, વ્યક્તિ પર ઉપર હુમલો કરી ઈજાગ્રસ્ત કર્યા હોવાના તેમજ મકાનો ના પતરા તથા વાહનો ને નુકશાન પહોંચાડતા નાનકડા રૂનાડ ગામ મા ભય નો માહોલ છવાઈ ગયો હોવાના સમાચાર પ્રાપ્ત થયા છે.
જંબુસર તાલુકા ના રૂનાડ ગામે છેલ્લા ત્રણ દિવસ થી રાત્રી ના સમયે કપિરાજ ની ટોળકી આતંક મચાવી રહી છે.જેના પરિણામે ગ્રામજનો મા ભય નો માહોલ છવાઈ ગયો છે.છેલ્લા ત્રણ દિવસ થી રાત્રી ના સમયે રૂનાડ ગામે કપિરાજ ની ટોળકી આવી ચડે છે.અને આખા ગામ મા આતંક મચાવે છે.જેના પરીણામે કેટલાક ગ્રામજનો ના મકાનો ના પતરા તથા વાહનો ને નુકશાન થયુ છે.ગામ મા રાત્રી ના સમયે મકાન ના ધાબા ઉપર મીઠી નીંદર માણતા કૌશિક જશવંત તથા પોતાના ઘર પાસે બેઠેલા હર્ષદભાઈ ઈશ્વરભાઈ તથા આંગણા મા રમી રહેલ નાની બાળકી ઉપર હુમલો કરી ઈજાગ્રસ્ત કર્યા હતા. ઈજાગ્રસ્તો ને સારવાર અર્થે જંબુસર લાવવામા આવ્યા હતા. કપિરાજ ની ટોળકી ને નાથવા જંબુસર વન વિભાગ હરકત આવ્યુ હતુ. અને રૂનાડ ગામ મા પાંજરૂ ગોઠવ્યુ હોવાની માહિતી પ્રાપ્ત થઈ છે. રિપોર્ટર વિજયસિંહ જીતસિંહ ચૌહાણ