અંબાજી ગ્રા.પં. સંચાલિત માધ્ય.અને ઉચ્ચ.માધ્ય. શાળામાં વિવિધ તજજ્ઞો દ્વારા પરીક્ષાર્થીઓ ને માર્ગદર્શન માટે કેમ્પ નું આયોજન.વિધ્યાર્થીઓને બોર્ડની પરીક્ષામાટે શુભેચ્છા પાઠવી

1 માર્ચ વાત્સલ્યમ દૈનિક સમાચાર સુભાષભાઈ વ્યાસ પાલનપુર બનાસકાંઠા
મહેન્દ્રભાઈ અગ્રવાલે જણાવ્યું હતું કે આગામી 14 માર્ચે ધોરણ 10 અને 12 ના બોર્ડ ની પરીક્ષાઓ શરુ થવા જઈ રહી છે જેને લઈ યાત્રાધામ અંબાજી ખાતે ધોરણ 10 અને 12 ના વિદ્યાર્થીઓ સુચારુરૂપે પરીક્ષાઓ આપી શકે તે માટે વાલી મંડળના નેજા હેઠળ અંબાજી ગ્રામપંચાયત સંચાલિત માધ્યમિક અને ઉચ્તરમાધ્યમિક શાળા માં વિવિધ તજજ્ઞો દ્વારા વિદ્યાર્થીઓ ને માર્ગદર્શન માટે કેમ્પ નું આયોજન કરવામાં આવ્યું હતું, ખાસ કરીને આજના સમયમાં વિદ્યાર્થીઓ પરીક્ષા ને લઈ વધુ પડતા ડિપ્રેસન માં આવી ખોટા પગલાં ભરતા હોય છે ત્યારે વિદ્યાર્થીઓ ના મન માંથી પરીક્ષા નો ભય દૂર કરવા સાથે વિદ્યાર્થીઓ પરીક્ષા મામલે ડિપ્રેસન ન અનુભવે ને શાંતિથી પરીક્ષા ની તૈયારીઓ કરી ચિત્ત મને પરીક્ષાઓ આપે તેવું માર્ગદર્શન આજે વિદ્યાર્થીઓ ને કરવામાં આવ્યું હતું આજના કાર્યક્રમ ને શાળા ના આચાર્ય તેમજ ઉપસ્થિત તજજ્ઞો દ્વારા દીપ પ્રગટાવી કાર્યક્રમ ને ખુલ્લું મુકાયો હતો તેમજ કાર્યક્રમ ના અંતે તજજ્ઞો નું શાલ ઓઢાડી સન્માન પણ કરવામાં આવ્યું હતું જયારે શાળા ના વિદ્યાર્થીઓ એ પણ અન્ય વિદ્યાર્થીઓ ને પરીક્ષાલક્ષી હુંફ મળે તે રીતનું શૈલેન્દ્રસિંહ રાજપૂત ( પ્રિન્સિપાલ, અં.ગ્રા.પ. ઉચ્ચ.માધ્યમિક શાળા)અંબાજી તેમજ વાલી મંડળ ના અધ્યક્ષ મહેન્દ્ર અગ્રવાલ દ્વારા માર્ગદર્શન કરાયુ હતું અને વિધ્યાર્થીઓને બોર્ડની પરીક્ષામાટે શુભેચ્છા પાઠવવામાંઆવી હતી અને ઉત્તીર્ણ થયેલા બાળકો ને કાંતીભાઈ શર્મા દ્વારા ઈનામ વિતરણ કરાયુ હતુ








