

18 ફેબ્રુઆરી વાત્સલ્યમ્ દૈનિક સમાચાર સુભાષભાઈ વ્યાસ પાલનપુર બનાસકાંઠા
આજે શિવરાત્રી ને લઈ અનેક શિવાલયો માં વિવિધ કાર્યક્રમો યોજી શિવભક્તો ને આકર્ષિત કરવામાં આવી રહ્યા છે ત્યારે અંબાજી ની પ્લે ગ્રાઉન્ડ ગ્રુપ શૈક્ષણિક સંસ્થા દ્વારા નાના ભૂલકાઓ ને શિવજી ના વિવિધ પાત્રો ભજવી ને ભગવાન ભોલેનાથ નો શિવ વિવાહ નો પ્રસઁગ ઉજવી શિવરાત્રી ની ઉજવણી કરી હતી આ કાર્યક્રમ માં નાના ભૂલકાઓ એ ભગવાન શંકર પાર્વતી અને નંદી સહીત ના અન્ય પશુઓ ની વેશ ભુસા કરી દર્શકો ને આકર્ષિત કર્યા હતા . મહેન્દ્રભાઈ અગ્રવાલ ના જણાવ્યા અનુસાર આ સાથે બાળકો માં બાળપણ થીજ ધાર્મિક વૃત્તિ ખીલે ને ભારતીય સંસ્કૃતિ ને જીવંત રાખવાના પ્રયાસો કરાયા હતા શિવ વિવાહ યોજી પાત્રો ભજવતા બાળકો પણ શિવમય બન્યા હતા.

[wptube id="1252022"]







