

17 ફેબ્રુઆરી વાત્સલ્યમ્ દૈનિક સમાચાર સુભાષભાઈ વ્યાસ પાલનપુર બનાસકાંઠા
કાંકરેજ તાલુકાના વહેપારી મથક થરા ખાતે આવેલ વિનય વિદ્યા મંદિર શાળાના એન.એસ.એસ. એકમ ના વિદ્યાર્થીઓ દ્વારા આગામી આવનાર મહાશિવરાત્રી પર્વને અનુલક્ષીને મંડળના ઉત્સાહી પ્રમુખ અણદાભાઈ આર.પટેલ અને આચાર્ય ઈશ્વરભાઈ બી.પટેલના માર્ગદર્શન હેઠળ થરા શહેરમાં જુનાગામમાં આવેલ જગવિખ્યાત સમસ્ત ભરવાડ સમાજની ગુરૂગાદી એવા શ્રી વાળીનાથ મહાદેવ મંદિર તથા માર્કેટયાર્ડ માં આવેલ શ્રી નવખંડ મહાકાલ મંદિર પરિસર ખાતે સુંદર રીતે સફાઈ કરવામાં આવી હતી તેમાં બાળકોએ સુંદર રીતે કામગીરી કરી હતી.શાળાના એન.એસ.એસ.યુનિટના ઈન્ચાર્જ જયંતીભાઈ પટેલ નરેશભાઈ કાપડી,ખાનજીભાઈ વણકર સહિત શાળાના સમગ્ર પરિવાર દ્વારા સુંદર કામગીરી કરવામાં આવી હતી.વિનય વિદ્યામંદિર શાળાના વિધાર્થીઓની સુંદર કામગરી જોઈ થરા નગરના ભાવિક ભક્તો શાળાના પ્રમુખ અણદાભાઈ પટેલ તથા આચાર્ય ઈશ્વરભાઈ પટેલ સાથે ખુશી વ્યક્ત કરતા હતા.નટવર.કે.પ્રજાપતિ એ આ અંગે જણાવ્યું હતું.








