BHUJKUTCH

પ્રા.શિક્ષકોની બદલીના નિયમોમાં સુધારા બાબતે કચ્છ જિલ્લા પ્રા.શિક્ષક સમાજની રાજ્યસંઘ પાસે વિવિધ રજૂઆતો

16-ફેબ્રુઆરી

વાત્સલ્યમ્ સમાચાર

રમેશ મહેશ્વરી – કચ્છ

ભુજ કચ્છ :- રાજ્ય સરકારના શિક્ષણ વિભાગ દ્વારા બદલીના નવા નિયમો તા. ૧/૪/૨૦૨૨ ના પ્રસિદ્ધ કરવામાં આવેલ છે પરંતુ આ નિયમોમાં ઘણી બધી વિસંગતતાઓ હોવાથી પ્રા. શિક્ષકોના વધ – ઘટ, તાલુકા ફેર, જિલ્લાફેર તથા આંતરિક બદલી કેમ્પોમાં કોર્ટમેટર થવાના કારણે કેમ્પ થઈ શકતા નથી પરિણામે શિક્ષકોમાં કચવાટ જોવા મળે છે. રાજ્યસંઘના ઉપપ્રમુખ હરિસિંહ જાડેજાના જણાવ્યા અનુસાર આ માટે રાજ્યસંઘ દ્વારા વખતો વખત રજૂઆતો બાદ શિક્ષણ વિભાગ દ્વારા બદલીના નિયમોમાં કેટલાક આવશ્યક સુધારાઓ માટે સમિતિની રચના કરવામાં આવી છે. શિક્ષણ વિભાગના અધિકારીઓ તથા સંગઠનના હોદ્દેદારોની બનેલી સમિતિની એક અગત્યની બેઠક આજરોજ તા. ૧૭ ફેબ્રુઆરીના ગાંધીનગર ખાતે બોલાવવામાં આવી છે આ બેઠક પર રાજ્યભરના પ્રાથમિક શિક્ષકોની મીટ મંડાયેલી છે. આ અંગે રાજ્ય સંઘ દ્વારા વિવિધ જિલ્લા સંઘો પાસે નિયમોમાં સુધારા અંગે સૂચનો મંગાતા કચ્છ જિલ્લા પ્રા. શિક્ષક સમાજ દ્વારા પણ રાજ્ય સંઘ પાસે બદલીના નિયમો બાબતે અને ઝડપી કેમ્પ યોજાય તે માટે વિવિધ રજૂઆતો કરવામાં આવી છે. પ્રમુખ નયનસિંહ જાડેજા, મંત્રી કેરણા આહિર, કાર્યાધ્યક્ષ હરદેવસિંહ જાડેજા અને કોષાધ્યક્ષ ધર્મેન્દ્રસિંહ જાડેજા વગેરે દ્વારા રજ્યસંઘને પત્ર લખાયો છે જેમાં જિલ્લા આંતરિક બદલી કેમ્પ ઓફલાઈન કરવા ,જિલ્લા ફેરમાં બોન્ડ વાળાની અરજીઓ સ્વીકારવા,મહેકમમાં કોઈ ફેર પડતો ન હોવાથી અરસપરસ બદલી માં 2 વર્ષનો નિયમ રાખવા, વધ પડેલ એચ. ટાટ આચાર્યોને મૂળ શાળામાં મૂકવા અને તેમના પણ બદલી કેમ્પ યોજવા, સંખ્યાનો રેશિયો ઘટાડવા, સત્રનો લાભ આપવા, પરત જવા, ધોરણ 1થી 5 ના બોન્ડ વારા શિક્ષકોની તાલુકા ફેર બદલી કરવા, ડિસેમ્બર 2022 ની સ્થિતિએ અગ્રીમતા ધરાવતા શિક્ષકોને જિલ્લા ફેર અરજી કરવાની તક આપવા, પ્રસુતિ સબબ ની રજાઓની ઉચ્ચતર પગાર ધોરણ માં કપાત ન ગણવા, 2005 પહેલા ભરતી થયેલા શિક્ષક માટે જૂની પેન્શન યોજનાનો પત્ર ઝડપી કરવા,બે થી વધારે બાળકો ધરાવતા શિક્ષકોને એલ. ટી.સી. નો લાભ આપવા, સી.આર.સી. નો પી. ટી.એ. દર વધારવા, 2017 ની ભરતી વાળા શિક્ષકોને જિલ્લા ફેર અરજી કરવાની તક આપવા, વિકલ્પ લીધેલ શિક્ષકોના વિકલ્પ રદ કરી તેમને 1 થી 5 માં પરત જવાની તક આપવા સહિતના પ્રશ્નોની રજૂઆત કરવામાં આવી છે.

 

[wptube id="1252022"]
Back to top button