સેવાભાવી વકીલ પ્રકાશભાઈ ધારવાને એમની સેવાકીય પ્રવૃત્તિઓ બદલ સમાજ રત્ન અને વીરમાયા રત્ન એવોર્ડથી સન્માનિત કરવામાં આવ્યા


10 ફેબ્રુઆરી, વાત્સલ્યમ્ દૈનિક સમાચાર, સુભાષભાઈ વ્યાસ પાલનપુર બનાસકાંઠા
કાણોદર ગામના સેવાભાવી એડવોકેટ પ્રકાશભાઈ ધારવા છેલ્લા ઘણા વર્ષથી દરેક જરૂરતમંદ લોકોને વિવિધ પ્રકારે મદદરૂપ થાય છે. પાટણની ઐતિહાસિક નગરીના સોલંકી યુગમાં પાણી વગર ટળવળતી જનતાની તરસ છુપાવવા પોતાના પ્રાણનું બલિદાન આપી હવનકુંડમાં હોમાનાર વીર મેઘમાયા દેવની માયા સાતમના પવિત્ર દિવસે પાટણ ખાતે યોજાયેલ કાર્યક્રમમાં પ્રકાશભાઈ ધારવાની સેવાકીય પ્રવૃત્તિઓ બદલ વીર મેઘમાયા એવોર્ડથી સન્માનિત કરવામાં આવ્યા અને લુણાવાડા ખાતે પરખ ફાઉન્ડેશન દ્વારા સમાજ રત્ન એવોર્ડ સાથે સિલ્વર મેડલથી સન્માનિત કરવામાં આવ્યા હતા. વધુમાં આજના જ દિવસે એમને એલ.એલ.એમ ની પદવી હાંસલ કરવા બદલ ધાણધાર વણકર સમાજ વિકાસ મંડળ આયોજિત તેજસ્વી તારલા સમારોહમાં પણ સન્માનપત્ર અને સિલ્વર મેડલ આપી સન્માનિત કરવામાં આવ્યા હતા.આ પ્રસંગે આ ત્રણે એવોર્ડ લેતા એમના પિતા હેમુભાઈ ધારવા અને પુત્રી મિતાલી ધારવાએ ગર્વની લાગણી અનુભવી હતી અને આજના દિવસે એક સાથે ત્રણ સન્માન મેળવવા બદલ એમણે સંસ્થાઓનો અને સંસ્થાઓ સાથે જોડાયેલા તમામ લોકોનો આભાર વ્યક્ત કર્યો હતો.







