AHAVADANG

ડાંગ જિલ્લાનાં ૧૪ શ્રમિકોને મહારાષ્ટ્રમાં બંધક બનાવાયાનાં મુદ્દે નવો વળાંક સામે આવતા શંકાની સોઈ તકાઈ..

વાત્સલ્યમ સમાચાર
મદન વૈષ્ણવ ડાંગ

ડાંગ જિલ્લાનાં મોટામાંળુગાનાં ૧૪ શ્રમજીવીઓને મહારાષ્ટ્રનાં સતારામાં બંધક બનાવાયાનાં મુદ્દે નવો વળાંક સામે આવતા શંકાની સોઈ તકાઈ….

ડાંગ જિલ્લાનાં વઘઇ તાલુકાનાં મોટામાંળુગાનાં હનવતપાડાનાં ૧૪ જેટલા શ્રમિકોમાં સુનિલભાઈ લક્ષમણ વાઘમારે, ઉસીબેન સુનિલભાઈ વાઘમારે, મધુભાઈ કાળાભાઈ વાઘમારે, મોહનાબેન મધુભાઈ વાઘમારે, સીલુબેન મધુભાઈ વાઘમારે, પીનીબેન મધુભાઈ વાઘમારે, ચંદ્રકાંત મધુભાઈ વાઘમારે, બનસ્યાભાઈ સોમાભાઈ વાઘમારે,મોહનભાઈ બનસ્યાભાઈ વાઘમારે, પ્રકાશભાઈ સોમાભાઈ વાઘમારે,મોહનાબેન પ્રકાશભાઈ વાઘમારે,ગીતાબેન બનસ્યાભાઈ વાઘમારે, રોનકભાઈ બનસ્યાભાઈ વાઘમારે, જીગ્નેશભાઈ પ્રકાશભાઈ વાઘમારેનાઓને ૩ મહિના પૂર્વે એક કોન્ટ્રાક્ટરે મહારાષ્ટ્રમાં ૫૦૦ કિલોમીટર દૂર મજૂરી માટે લઈ જઇ રઝળતા મૂકી દીધા છે.મોટામાંળુગા ગામનાં આ ૧૪ શ્રમિકોને કોન્ટ્રાક્ટર મહારાષ્ટ્ર રાજ્યનાં સતારા જિલ્લાનાં ફલટન તાલુકાનાં બારામતી નજીક તામખડી પવારવાડી ખાતે એક શ્રીમંત ખેડૂતને ત્યાં મજૂરી માટે લઈ ગયો હતો.જ્યાં મજૂરીનાં ૭ લાખ શ્રીમંત ખેડૂત પાસેથી લઈ આ કોન્ટ્રાક્ટર મજૂરોને મૂકી પલાયન થઈ ગયો હતો.પીડિત મજૂરોનાં જણાવ્યા મુજબ નક્કી કરેલ કામ દોઢ મહિના પૂર્વે પૂર્ણ કરી આપ્યુ છે.તેમ છતાંય તેઓને વધુ કામ કરાવી તેમના પર અત્યાચાર ગુજારી ખેડૂત ધમકી આપી રહ્યો છે.વધુમાં જો કામ ન કરો તો તમારી કિડની કાઢીને હું પૈસા વસુલ કરીશનું જણાવતા આ શ્રમિકોએ માદરે વતન ડાંગ ખાતે પરિવારજનો સહીત આગેવાનોનો સંપર્ક કર્યો હતો.અહી મોટામાંળુગાનાં ૧૪ જેટલા શ્રમિકો બંધક બનાવાયા હોવાની જાણ સ્થાનિક ભાજપાનાં આગેવાન નગીનભાઈ ગાવીતને થતા તેઓએ બારામતી સ્થિત સ્થળ પર ધસી જઈ શ્રમિકોની મુલાકાત પણ કરી હતી.અને તેઓએ પણ શ્રમિકોને બંધક બનાવ્યા હોવાની ઘટના સાચી હોવાનું જણાવી ડાંગ પોલીસ પાસે મદદ માંગી હતી.ડાંગ જિલ્લાનાં મોટામાંળુગાનાં ૧૪ જેટલા શ્રમિકોને મહારાષ્ટ્રમાં બંધક બનાવ્યા હોવાની જાણ ડાંગ પંથકમાં થતા ઘેરા પ્રત્યાઘાત પડ્યા હતા.અને આ બાબતે ગંભીરતા દાખવી ડાંગ પોલીસે પણ કવાયત હાથ ધરી હતી.તેવામાં આજરોજ મહારાષ્ટ્રનાં મોટામાંળુગા ગામનાં ૧૪ શ્રમિકોને બંધક બનાવ્યા હોવાનાં અહેવાલને લઈ ડાંગ જિલ્લાનાં નાયબ પોલીસ અધિક્ષક એસ.જી પાટીલ દ્વારા મહારાષ્ટ્રનાં સતારા જિલ્લાનાં ફલટણ પોલીસ મથકનો સંપર્ક સાધ્યો હતો.અને ડાંગ જિલ્લાનાં મજૂરો બંધક છે કે કેમ તેનો તાગ મેળવ્યો હતો.પરંતુ અહી શ્રમિકોને બંધક બનાવનાર ખેડૂતને નવાજૂનીનાં ભણકારા આવી જતા આ કેસમાં નવો જ વળાંક સામે આવવા પામ્યો છે.આ મામલો ગંભીર ન બને તે પહેલા જ શ્રીમંત ખેડૂતે મહારાષ્ટ્રનાં સતારા જિલ્લાનાં ફલટન પોલીસ મથકે ૧૪ શ્રમિકોને લઈ જઈ ધાકધમકી આપી બંધક બનાવ્યા નથી.અને શ્રમિકોને કોઈ ત્રાસ આપવામાં આવતો નથી તેમજ તેઓ મરજીથી દાબ દબાણ વગર અહી કામ કરે છેનું નિવેદન લખાવતા નવા વળાંકની સાથે શંકાની સોઇ તકાવા પામી છે.આ બાબતે ડાંગ જિલ્લાનાં માનમોડી ગ્રામ પંચાયતનાં માજી સરપંચ અને ભાજપાનાં આગેવાન નગીનભાઈ ગાવીતે આક્ષેપ કરતા જણાવ્યુ હતુ કે મહારાષ્ટ્રનાં સતારા જિલ્લાનાં ફલટન નજીકનાં બારામતી વિસ્તારમાં મોટામાંળુગાનાં ૧૪ જેટલા શ્રમિકોને એક ખેડૂત દ્વારા છેલ્લા કેટલાય સમયથી બંધક બનાવ્યા છે.તે જગ્યાની તેઓએ થોડા દિવસ પૂર્વે રૂબરૂ મુલાકાત લીધી હતી.અહી શ્રીમંત ખેડૂત બચવા માટે હાલમાં શ્રમિકોને ધાક ધમકી આપી ફલટન પોલીસ સ્ટેશનમાં ખોટા નિવેદનો લખાવી રહ્યો છે.કારણ કે બારામતીનું ફલટન પોલીસ મથક અહીથી ૫૦૦ કિમી જેટલુ દૂર છે.જ્યાં આ શ્રમિકો જોડે સ્થાનિક કોઈ પણ આગેવાન નથી.જેથી ગરીબ મજૂરોને ધાક ધમકી આપી ખોટા નિવેદનો લખાવી હજુ પણ બંધક જ બનાવ્યા છે.જેથી ડાંગ જિલ્લાનું પોલીસ વિભાગ આ શ્રમિકોને માદરે વતન લાવે તેવી વિનંતી કરૂ છું…

[wptube id="1252022"]
Back to top button