છોટાઉદેપુર મદદનીશ માહિતી નિયામકની કચેરી દ્વારા કવરેજ માટે પત્રકરોને પાસ ના મળતા કલેક્ટરને રજૂઆત કરાઈ
અખબારી કાયદાને અનુસર્યા વિના કાર્ડ આપવામાં નહી આવતા પત્રકારોમા ઉગ્ર રોષ
છોટાઉદેપુર જિલ્લામાં ગુજરાતના અનેક દૈનિક અખબાર અને દૈનિક સમાચાર ચેનલના પ્રતિનિધિ તરીકે કામ કરતા પત્રકારો છે જેમને તાજેતરમાં માહિતી નિયામકની કચેરી છોટાઉદેપુર દ્વારા મીડિયા ગ્રુપના માધ્યમથી ઈલેક્શન કમિશન ઓફ ઇન્ડિયાની લિંક આપવામાં આવી હતી જેમાં આપવામાં આવેલી માહિતી સંપૂર્ણ ભરવાની હતી જે માહિતી સંપૂર્ણ રીતે અનેક પત્રકાર દ્વારા ભરવામાં આવી હતી અને આ માહિતી પૂર્ણ માંગ્યા મુજબ ભરવામાં આવ્યા પછી સબમિટ કરતા આ લિંક દ્વારા બરાબર નો મેસેજ આવતો હતો સદર બાબતે અનેક પત્રકરોને આ માહિતી આપ્યા પછી સામાન્ય બહાના કાઢી કાર્ડ નથી આવ્યા અને તમામ જવાબ માર્ગી રાજપૂત દ્વારા મૌખિક આપવામાં આવતા હતા સાપતાહીક ના તંત્રીને અત્યાર સુધી આપવામાં આવતા હતા આ વખત નથી મળ્યા દૈનિક અખબાર ના અને દૈનિક ચેનલના પત્રકારને પણ કાર્ડ આપવામાં નથી આવ્યા કેમ? આજ અખબાર અને ચેનલોના પત્રકારને ગુજરાતના અન્ય જિલ્લામાં કાર્ડ આપવામાં આવ્યા છે તો છોટાઉદેપુર મદદનીશ માહિતી નિયામક માર્ગીબેને કેમ નહી આપ્યા એમને રૂબરૂ રજૂઆત કરી અન્ય જિલ્લાના પુરાવા પણ આપ્યા છતાં કાર્ડ નહી આપ્યા એટલે તેઓને પુરાવા સાથે સમાંતર ચેનલમાં ઈશ્યુ કરેલ અન્ય જિલ્લાઓના કાર્ડ બતાવ્યા છતાં કાર્ડ નહી આપ્યા એટલે માર્ગીબેનને આવેદન આપી તેની પ્રત અધિક નિવાસી કલેક્ટર અને જિલ્લા ચૂંટણી અધિકારી અને કલેક્ટર ને આપી ન્યાય માંગ્યો હતો અધિક કલેક્ટર દ્વારા માર્ગીબેનને ફોન કરી ઉચ્ચસ્તરે વાત કરી ન્યાંય આપવા જણાવ્યું હતું આ આદેશ બાદ માર્ગીબેન જોડે એક કલાક બેઠા પણ એમને અધિક કલેક્ટરના આદેશ મુજબ ઉચ્ચસ્તરીય કોઈ ચર્ચા કરી નહી એટલે ઉચ્ચ અધિકારીના આદેશને પણ ઘોરીને પી ગયા અને ત્યાર બાદ જિલ્લા ચૂંટણી અધિકારી અને કલેક્ટર ને આવેદન આપ્યું તેમને તપાસ કરવા જણાવી આ બંને ઉચ્ચ અધિકારીએ આતમસંતોષ થાય તેવો પ્રત્યુત્તર આપ્યો હતો છતાં હજુ પણ અસંખ્ય પત્રકરોને પાસ મળ્યા નથી આ માર્ગીબેન એવુ જણાવતા હતા કે ચેનલ અહીંયા ચાલતી નથી પણ એવુ પ્રેસ એક્ટ મા લખ્યું છે? કે દરેક અખબાર અને ચેનલ ગુજરાત ના દરેક ગામમાં ચાલવી જોઈએ? અખબાર કે ચેનલ ગમે તે જિલ્લાની હોય પત્રકાર સમગ્ર રાજ્યમાં નીમી શકે કારણકે રાજ્ય સરકાર સુધી આ અખબાર અને ચેનલો દ્વારા સમગ્ર ગુજરાતમા નિમાયેલા પત્રકાર દ્વારા માહિતી ગુજરાત અને કેન્દ્ર સરકાર સુધી જેતે જિલ્લાના કલેક્ટર દ્વારા મંજુર થયેલ ચેનલ રોજેરોજ ના દરેક સમાચાર તમામ જિલ્લાના મોકલતી હોયછે જે અખબારના તંત્રી ની નીતિ હોયછે આખરે નારાજ થયેલા પત્રકારોએ મુખ્યમંત્રી ઓનલાઇન, જિલ્લા કલેક્ટર અને અધિક કલેક્ટર ને લેખિત ફરિયાદ કરી છે ગુજરાત મીડિયા એસોસિશન છોટાઉદેપુર જિલ્લા થકી એક માત્ર રજૂઆત છોટાઉદેપુર જિલ્લા કલેક્ટરને કરવામાં આવી હતી કલેક્ટર આ બાબતે અન્યાય થયેલ પત્રકરોને તંત્રી દ્વારા આપવામાં આવેલ પાસ ને માન્ય રાખે તેવી વૈકલ્પિક વ્યવસ્થા કરી કરાવી આપે તેવી પત્રકાર આલમની માંગ છે અને ઈલેક્શન કમિશન ઓફ ઇન્ડિયા અને ગુજરાત ને પણ અન્યાય થયેલ પત્રકાર ફરિયાદ કરશે તેમ જણાવ્યું હતું હાલ અધિક કલેક્ટર અને કલેક્ટર છોટાઉદેપુરથી કાર્ડથી વંચિત પત્રકાર અપેક્ષિત છે કે તેઓને આ અધિકારીઓ મદદરૂપ થઇ ન્યાય આપશે.
રીપોર્ટર અંજુમ ખત્રી છોટાઉદેપુર