BANASKANTHATHARAD

આનંદનગર પ્રાથમિક શાળા થરાદ 3માં બેગલેસ કાર્યક્રમ અંતર્ગત આઇ.ટી.આઇની મુલાકાત

2 ફેબ્રુઆરી

વાત્સલ્ય સમાચાર પ્રવીણભાઈ ચૌહાણ થરાદ બનાસકાંઠા

આજ રોજ તા. 02/02/2023 ના રોજ આનંદ નગર પ્રાથમિક શાળા થરાદ બેંગલેસ કાર્યક્રમમાં આઈ.ટી.આઈ ખાતે શાળાના ધોરણ-8 ના 126 બાળકોએ ભાગ લીધેલ તેમાં થરાદ તાલુકા બી.આર.સી કો ઓડીનેટર ખેમસિંગ વાઘેલા સાહેબ,સીઆરસી કો- ઓર્ડીનેટર અરૂણભાઇ ચૌધરી તથા વોકેશનલ કન્વીનર વાવ થરાદ કેતનભાઇ પંડ્યા પણ જોડાયા હતા તેમજ કોલેજના પ્રિન્સિપાલ પી.જી.પટેલ,સાહેબ તથા હિન્દુભાઈ માળી સાહેબ તેમજ તેમના સ્ટાફે આઈટીઆઈ માં ચાલતા છ કોર્સ કોપા વેલ્ડર ફીટર, વાયરમેન, ઈલેકટ્રીશીયન, શીલાઈકામની બાળકોને સંપૂર્ણ માહિતી આપી તેમજ પ્રેકટીકલ કાર્ય બતાવી બાળકોને માર્ગદર્શન આપેલ તે બદલ તમામનો શ્રી એમ.કે.મણવર આચાર્યશ્રી આનંદ નગર પ્રાથમિક શાળા થરાદે ખુબ ખુબ આભાર વ્યક્ત કર્યો હતો.

*પત્રકાર .પ્રવીણભાઈ ચૌહાણ થરાદ બનાસકાંઠા*

[wptube id="1252022"]
Back to top button