
27 જાન્યુઆરી ,વાત્સલ્યમ દૈનિક સમાચાર,સુભાષભાઈ વ્યાસ પાલનપુર બનાસકાંઠા
બનાસકાંઠા જિલ્લા વણકર સમાજ કેળવણી મંડળ પાલનપુર સંચાલિત સમતા વિદ્યાવિહાર શૈક્ષણિક સંકુલમાં આજે પ્રજાસત્તાક દિન નિમિત્તે અધ્યક્ષ તરીકે શ્રી કાંતિલાલ મેઠાભાઈ ડાભી,ગામ રૂપપુરા જેવો એસ.બી.આઈ. જલોત્રા ખાતે સેવા બજાવે છે તેમના વરદ હસ્તે ધ્વજ વંદન કરવામાં આવ્યું. તેમણે આજે સંસ્થાના વિકાસ અથૅ 25 હજાર રૂપિયાનું દાન આપ્યુ. કેળવણી મંડળના પ્રમુખશ્રીએ શ્રી કાંતિલાલ મેઠાભાઇ ડાભીનો કેળવણી મંડળ વતી ખૂબ ખૂબ આભાર વ્યક્ત કર્યો. અધ્યક્ષશ્રીએ તથા સંસ્થાના પ્રમુખશ્રી બાબુભાઈ પી સોલંકી, ઉપપ્રમુખ શ્રી કાનજીભાઈ તુલસીભાઈ પરમાર અને શ્રી હરિભાઈ મગરવાડીયા, મહામંત્રીશ્રી હરીભાઈ એન સોલંકી,મેનેજિંગ ડિરેક્ટર શ્રી જે.સી.ઈલાસરીયા, કારોબારી સદસ્યશ્રી પી.કે.ડાભી ,શ્રી ગલબાભાઈ પરમાર, શ્રીરમેશચંદ્રપરમાર,શ્રીસુરેશકુમારડીમડાભીએવિદ્યાર્થીઓને પ્રજાસત્તાક દિન નિમિત્તે હાર્દિક શુભકામનાઓ પાઠવી. કારોબારી સભ્યશ્રી વિનોદકુમાર દાનાભાઈ પરમાર તરફથી સમગ્ર સંકુલના શિક્ષક ગણને તથા બાળકોને બુંદીના પ્રસાદનું વિતરણ કરવામાં આવ્યું. આજના સમગ્ર કાર્યક્રમનું સંચાલન શાળાના શિક્ષક શ્રી જગદીશભાઈ પરમારે કર્યું હતું.








