

26 જાન્યુઆરી, વાત્સલ્યમ દૈનિક સમાચાર ,સુભાષભાઈ વ્યાસ પાલનપુર બનાસકાંઠા
આજ રોજ રોજ વસંતપંચમી અને 26 જાન્યુઆરી પ્રજાસત્તાક દિને શાળામાં શિક્ષક, વિદ્યાર્થીઓ અને મોટી સંખ્યામાં માતાપિતા હાજર રહ્યાં. આ મંગલ દિને મા સરસ્વતીની આરાધના કરવામાં આવી. આજના દિને શ્રી ચીનુભારથીજી મહારાજના હસ્તે ધ્વજવંદન કાર્યક્રમ સંપન્ન થયો. અતિથિ વિશેષ શ્રી હસમુખભાઈ મોદીએ પ્રેરક ઉદ્બોધન કર્યું. શાળા તરફથી શિક્ષણવિદ શ્રી ગજેન્દ્રકુમાર જોશી અને સાથે મહેમાનશ્રીઓએ શાળાનાં તેજસ્વી બાળકો તથા શાળાની ઈનોવેટીવ પ્રવૃત્તિઓમાં સહયોગી બનનાર અભિભાવકોનું અને શિક્ષકોનું વિશેષ સન્માન કર્યું. આ દિને સ્ટેજ ઉપર સાંસ્કૃતિક કાર્યક્રમ માટે થનગની રહેલાં 150 બાળકોએ વિવિધ કાર્યક્રમો દ્વારા જબરું આકર્ષણ જમાવ્યું. અંતમાં શ્રી હાર્દિકભાઈ જોશીએ ભાવપૂર્વક સૌને આભાર સહ અભિનંદન પાઠવ્યા.
[wptube id="1252022"]







