ગુજરાતમાં ચાલતા ગેરકાયદેસર દેશી દારૂ તેમજ અંગ્રેજી દારૂનો વેપલો કાયમી ધોરણે બંધ કરાવવા ઈડર પ્રાંત અધિકારીને આવેદન પત્ર આપવામાં આવ્યું


સાબરકાંઠા…
ગાંધીના ગુજરાતમાં ચાલતા ગેરકાયદેસર દેશી દારૂ તેમજ અંગ્રેજી દારૂનો વેપલો કાયમી ધોરણે બંધ કરાવવા ઈડર પ્રાંત અધિકારીને આવેદન પત્ર આપવામાં આવ્યું પ્રકાશ ભીલ (દાસ) નામનાં બુટલેગરનો અડ્ડો બંધ કરાવવા પ્રાંત અધિકારી,જીલ્લા કલેકટર,જીલ્લા પોલીસ વડા,ગૃહ રાજ્ય મંત્રી,સહિત મુખ્યમંત્રીને રજૂઆત કરવામાં આવી છે…
સાબરકાંઠા જિલ્લાના ઈડર શહેરનાં ભોઈવાડા વિસ્તારમાં છેલ્લા કેટલાય સમયથી ગાંધીના ગુજરાતમાં દારૂ બંધી હોવા છતાંય અંગ્રેજી દારૂ તેમજ દેશી દારૂનો અડ્ડો બંધ કરાવવા પ્રાંત અધિકારીને આવેદનપત્ર આપવામાં આવ્યું હતું ત્યારે ઉલ્લેખનીય છે કે થોડાક સમય અગાઉ પ્રકાશ ભીલ ઉર્ફે (દાસ) નામના બુટલેગરનો ખુલ્લે આમ દારૂનો વહેપાર કરતો હોવાનું વીડિયો વાઈરલ થયો હતો જૉકે પ્રકાશ ભીલ ઉર્ફે (દાસ) નામનો બુટલેગર ખુલ્લે આમ ઈડર પોલીસને ખૂલ્લી ચેલેન્જ પડકારી યુવા પેઢીને બરબાદી તરફ઼ ધકેલતો હોવાનું આવેદન પત્રમાં ઉલ્લેખ કરવામાં આવ્યો છે ત્યારે છેલ્લા કેટલાક દિવસોથી ઈડર શહેરના રહેણાક વિસ્તારના મકાનો પાસે ખુલ્લે આમ અંગ્રેજી દારૂ તેમજ દેશી દારૂનો વેપલો કરતો બુટલેગર માથાભારે હોવાને લઈ લોકોમાં ભારે ફફડાટ વ્યાપી જવા પામ્યો છે ત્યારે ભોઈ બળવંતભાઈ બેચરભાઈ નામના વ્યક્તિએ સમાજના અન્ય જાગૃત લોકોને સાથે રાખી ગાંધીના ગુજરાતમાં ગેરકાયદેસર રીતે ચલાવતો દારૂનો અડ્ડો કાયમી ધોરણે બંધ કરાવવા પ્રાંત અધિકારીને આવેદનપત્ર આપી ઉગ્ર રજૂઆત કરવામાં આવી છે ત્યારે જો આવનાર દિવસોમાં બુટલેગર પ્રકાશ ભીલ (દાસ) સામે કાયદાકીય કાર્યવાહી કરી દારૂનો અડ્ડો કાયમી માટે બંધ કરાવવામાં નહી આવે તો આજુબાજુની સાત જેટલા સમાજોનાં લોકો ઉગ્ર આંદોલનનો માર્ગ અપનાવશે તેમાં કોઈ નવાઈ નહિ ત્યારે ઈડર પોલીસ સ્ટેશન વિસ્તારમાં ચાલતો પ્રકાશ ભીલનો દારૂનો વેપલો પોલીસ દ્વારા બંધ કરાવશે કે પછી ગાંધીના ગુજરાતમાં દારૂનું વેચાણ યથાવત રહેશે કે કેમ તે હવે જોવું રહ્યું…
રિપોર્ટર જયંતી પરમાર



