MALIYA (Miyana): માળીયા(મી)ના નીરુબેનનગર ગામે રહેણાંક મકાનમાં તસ્કરો ચોરી કરી રફુચક્કર

માળીયા(મી)ના નીરુબેનનગર ગામે રહેણાંક મકાનમાં તસ્કરો ચોરી કરી રફુચક્કર
માળીયા(મી) ના નીરુબેનનગર ગામે મકાનની બારી તોડી તસ્કરો ૯૭,૦૦૦ના સોનાના ઘરેણાં-રોકડની ચોરી કરી ગયાની ફરિયાદ નોંધાવતા માળીયા(મી) પોલીસે અજાણ્યા ચોર ઈસમને શોધવા ચક્રો ગતિમાન કર્યા છે.

મળતી માહિતી અનુસાર માળીયા(મી) ના નીરુબેનનગર ગામે રહેતા કિશોરભાઇ શીવાભાઇ ધામેચા ઉ.વ.૪૨એ અજાણ્યા ચોર વિરુદ્ધ માળીયા(મી) પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવી કે ગત તા. 22 ઓક્ટો. ના રોજ તેઓ પોતાના પરિવાર સાથે વધારવા ગમે માતાજીના નૈવેદ્ય માટે ગયા ત્યારે અજાણ્યો ચોર ઇસમ કિશોરભાઈના ઘરની બારી તોડી ઘરમા પ્રવેશ કરી લોખંડના કબાટમા લોકરમા રાખેલ સોનાનો હાર આશરે બે તોલાનો જેની આશરે કિંમત રૂપીયા-૮૦,૦૦૦ તથા રોકડા રૂપીયા ૧૭,૦૦૦/- એમ કુલ રૂપીયા ૯૭૦૦૦/- ની ચોરી કરી લઇ ગયાની ફરિયાદ નોંધાવતા પોલીસે અજાણ્યા ઈસમ વિરુદ્ધ ચોરીની ફરિયાદનો ગુન્હો નોંધી ચક્રો ગતિમાન કર્યા છે.








