DAHOD

દાહોદ ના રેલ્વે સ્ટેશન પર દાહોદ રાજકીય રેલ્વે પોલીસે રતલામમાં ચોરીના આરોપી ને ઝડપી પડ્યો

તા.23.01.2023

વાત્સલ્યમ સમાચાર

અજય સાંસી દાહોદ

દાહોદ ના રેલ્વે સ્ટેશન પર દાહોદ રાજકીય રેલ્વે પોલીસે રતલામમાં ચોરીના આરોપી ને ઝડપી પડ્યો

દાહોદ રાજકીય રેલ્વે પોલીસે રતલામ ના ચોરીના આરોપીને દાહોદ રેલ્વે સ્ટેશન થી ઝડપીયો અધિક પોલીસ મહાનિદેશક રાજકુમાર પાંડિયન સાહેબ (રેલ્વઝ) ગુ. રા. અમદાવાદ તથા પોલીસ અધિક્ષકના રાજેશ પરમાર પ. રે. વડોદરા નાયબ પોલીસ અધિક્ષક અને પ. રે. વડોદરા નાઓ દ્રારા મુસાફરખાના અને પ્લેટફોર્મ ઉપર તેમજ રેલ્વે ટ્રેનોમાં મુસાફરોની ખુબ જ ભીડ રહેતી હોય જે અનુંસંધાને ટ્રેનોમાં મુસાફરી કરતા મુસાફરોના કિંમતી સર સમાનની સલામતી રહે તે હેતુસર વધુમાં પેટ્રોલિંગ કરી બનતા ગુન્હાઓ અટકાવવા વણ શોધયેલ ગુન્હાઓ શોઘી કાઢવા ખાસ સૂચનાઓ અપવામાં આવી હતી

 

સૂચનાઓ આધારે દાહોદ રાજકીય રેલ્વે પોલીસ સબ ઈન્સ.જે.જે.લોઢીયા તથા રેલ્વે પોલીસ સ્ટાફ પો. હેડ.કોન્સ રમણભાઈ મોહનભાઇ બ. નં 873 પો. કોન્સ. જગદીશચન્દ્ર અભયસિંહ બ.નં.1053 પો. કોન્સ. ચેતનભાઈ છગનભાઇ બ. નં 209 તથા આ.પી.એફ સ્ટાફના માણસો દાહોદ રેલ્વે સ્ટેશન પ્લે. નં.02 ઉપર વોચ પેટ્રોલિંગ કરતા હાજર હતા તે વખતે ગોરખપુર અમદાવાદ એક્સ ટ્રેનમાંથી એક શક પડતો ઈસમ ઉતારેલ અને પોલીસ સ્ટેશન લાવી પૂછપરછ કરતા તે પોતે પોતાનું નામ વિજેશ કનૈયાલાલ જાતે. વાધરી ઉ.વ.20. ધંધો. મજૂરી હાલ રહે. વાડજ સ્વામિનારાયણ મંદિરની પાસે તા.જિ. અમદાવાદ વાળો હોવાને જણાવેલ અને કોઈપણ સંતોષકારક જવાબ આપતો ન હોય તેની કાળા કલરનો બેગ ચેક કરતા જ એના માટે એચપી કંપનીનો ગ્રે કલર નો લેપટોપ ચાર્જર તથા કેબલ વાયર નંગ.2 તથા પરચુરણ સામાન સાથે કુલ કિંમત.50000નો મુદ્દા માલ બાબતે પૂછપરછ કરતા તે બેગ પોતાનો હોવાનો પૂરતા પુરાવા ન હોવાથી સદરી ઈસમ શંકાસ્પદ જણાવતા અને તેની પાસેનો મુદ્દામાલ છળ કપટથી ચોરી કરી મેળવેલ હોવાનું જણાતા દાહોદ રેલ્વે પોલીસ સ્ટેશન સ્ટે.ડા.એન્ટ્રી નં.11/2023 સી. આર. પી. સી કમલ 41(1)ડી મુજબ તેને ડિટેઇન કરવામાં આવેલ છે અને તેની પાસેથી મળેલ બેંગ સામાન સાથેની સી. આર. પી. સી. કલમ 102. મુજબ કબ્જે કરવામાં આવેલા બાદ બેગમાંથી નીકળેલ આઈ કાર્ડ આધારે ફરિયાદ રિતેશ અશોક કુમાર બાજપાઈ રહે. રતલામ નો સંપક કરતા તેઓએ લેપટોપ તથા સમાન સાથેની બેગ પોતાની હોવાનું જણાવેલ અને રતલામ ખાતે પોતાની લેપટોપ સાથેની બેગ ચોરી થયેલાની ફરિયાદ આપેલ છે

[wptube id="1252022"]
Back to top button