PANCHMAHAL

કાલોલ શહેર સ્થિત ગાંધી ફ્રૂડ બજાર પાસે ઇલેક્ટ્રિક થાંભલો નમી જતા અકસ્માત થવાનો સેવાતો ભય.

તારીખ ૧૭/૭/૨૦૨૩

સાજીદ વાઘેલા કાલોલ 

કાલોલ બસ સ્ટેન્ડ સામેના વડોદરા-ગોધરા હાઇવે ગાંઘી પેટ્રોલ પંપ પાસે આવેલ ગાંધી ફૂડ બજારના જયનારાયણ પાન સેન્ટર દુકાન ની પતરાં લગાવેલી એંગ્લ પાસે આવેલ ઇલેક્ટ્રિક થાંભલો વાવાઝોડા દરમિયાન નમી ગયેલ છે.જે ગમે ત્યારે પડી જવાનું ભય ઉભો થયેલ છે.આ અંગેની એમ‌.જી.વી.સી.એલ.ને લેખિત ફરિયાદ કરવા છતાં આજદિન સુધી કોઈજ કાર્યવાહી કરવામાં આવી નથી.જો આ ઇલેક્ટ્રિક લોખંડનો થાંભલો સમયસર ખસેડવામાં નહીં આવે તો પાન સેન્ટર ની દુકાન અને આજુબાજુની અનેક દુકાનોને નુકશાન થવાની ભીતિ સેવાઇ રહી છે. ત્યારે કાલોલ એમ.જી.વી.સી.એલ દ્વારા તાકીદે આ નવી પડેલો ઇલેક્ટ્રિક થાંભલાની મરામત કરાવાય તેવી માંગ છે જેથી કરીને સતત અવરજવર વાળા આ હાઈવે ઉપર કોઈ મોટી હોનારત સર્જાતી અટકે.

[wptube id="1252022"]
Back to top button