DAHOD

દાહોદ શહેરની ગુરુકુલ વિદ્યાલય છાપરી દાહોદ માં યોજાયો એન્યુલ ઇન્ટર ક્લાસ કરાટે ટૂર્નામેન્ટ 2023 

તા 19.01.2023

વાત્સલ્યમ સમાચાર

અજય સાંસી દાહોદ

દાહોદ શહેરની ગુરુકુલ વિદ્યાલય છાપરી દાહોદ માં યોજાયો એન્યુલ ઇન્ટર ક્લાસ કરાટે ટૂર્નામેન્ટ 2023

આજરોજ તારીખ 19 જાન્યુઆરી 2023 ના રોજ શાળામાં ઇન્ટર ક્લાસ કરાટે ટુર્નામેન્ટ નું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં 120 જેટલા વિદ્યાર્થીઓએ ભાગ લીધો હતો જેમાં 50 જેટલા વિદ્યાર્થીઓ કેટેગરી વોઈસ વિજેતા બન્યા હતા. તેમને ગોલ્ડ સિલ્વર અને બ્રોન્સ મેડલ અને સર્ટિફિકેટ આપી શાળા દ્વારા સન્માનિત કરવામાં આવ્યા હતા. કાર્યક્રમમાં ચીફ રેફ્રી ડો.નીઝામુદ્દીન કાઝી, શાળાના M.D પૂજાબેન જૈન શાળાના આચાર્ય ગુંજનકુમાર ભાટિયા અને શાળા ના કરાટે કોચ ઉમેશ ભાઈ મહાવર તેમજ શાળાના સ્ટાફ મિત્રો અને મોટી સંખ્યામાં વિદ્યાર્થીઓ ઉપસ્થિત રહ્યા હતા

[wptube id="1252022"]
Back to top button